સ્પેશિયલ ફિચર્સ

હદ કર દી આપને: ATCના ક્લિયરન્સ વિના જ Pilotએ ટેક ઓફ કરી ફ્લાઈટ, અને…

ભારતમાં હવાઈ મુસાફરી છેલ્લાં કેટલાક સમયથી રામ ભરોસે જ ચાલી રહી છે. ક્યારેક ફ્લાઈટ 12 કલાક મોડી ટેક ઓફ થઈ રહી છે તો કોઈ વખત પ્રવાસી કેપ્ટનને લાફો મારી દે છે, તો કોઈ વખત ઈન્ટરનેશનલ રૂટ પર ફ્લાઈટ ઓક્સિજનના પૂરતા પૂરવઠા વગર જ ઊડાન ભરી છે તો ઘણી વખત પ્રવાસીઓને રનવે પર જ બેસીને જમાડવામાં આવે છે, પરંતુ હવે તો તમામ હદ જ પાર થઈ ગઈ છે, કારણ કે આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં પાઈલટે એટીસી પાસેથી ક્લિયરન્સ લીધા વિના જ ફ્લાઈટને ઉડાડી મૂકી હતી.

ઈન્ડિગોની એક ફ્લાઈટ 6E- 1803એ સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી અઝરબેજાનના બાકુ માટે સાંજે 7.38 કલાકે ટેક ઓફ કર્યું હતું. હવે કહાનીમાં ટ્વીસ્ટ એવું છે કે પાઈલટે એરપોર્ટ પરના એર ટ્રાફિક કન્ટ્રોલર (ATC) પાસેથી ક્લિયરન્સ લીધા વિના જ ફ્લાઈટ ઉડાવી હતી.

આ ઘટનાની માહિતી મળતાં જ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ તપાસ શરૂ કરી દે છે. એટલું જ નહીં ડીજીસીએએ ફ્લાઈટના બંને પાઈલટને ફ્લાઈંગ ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે એરલાઈન્સ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવવામાં આવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

એટીસીનું કામ એરપોર્ટ પર એર ટ્રાફિક કન્ટ્રોલ કરવાનું હોય છે. આ સિવાય ઉડ્ડયન દરમિયાન પાઈલટ્સને આવશ્યક સુરક્ષા નિર્દેશ આપવાનું કામ પણ એટીસી કરે છે. ટેક ઓફ પહેલાં એટીસી પાસેથી ક્લિયરન્સ લેવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે એરપોર્ટ પર ફ્લાઈટ્ના સેફ લેન્ડિંગ અને ટેક ઓફ માટે ખૂબ જ જરૂરી હોય છે.

દેશમાં જે રીતે હવાઈ યાત્રાઓ થઈ રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે પ્રવાસીઓ રામ ભરોસે થઈ રહી છે. હાલમાં દિલ્હી ગોવાની એક ફ્લાઈટ 12 કલાક મોડી પડી હતી અને ગુસ્સે ભરાયેલા પ્રવાસીએ પાઈલટ પર હુમલો કર્યો હતો. આ સિવાય રનવે પર પ્રવાસીઓને જમાડવા માટે ઈન્ડિગો એરલાઈન્સને 1.2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker