જીમમાં વર્કઆઉટ કરતા પહેલા જાણી લો આ ખાસ વાત, નહીંતર શરીર થઈ જશે બરબાદ…

Workout Important Rules: પહેલું સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ સ્વસ્થ જીવનનો મંત્ર છે. શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે કસરત કરવી જરૂરી છે. નિયમિતપણે કસરત કરવાથી તન અને મન બંને સ્વસ્થ રહે છે.
નિયમિત કસરત કરવા માટે ઘણા લોકો જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે. પરંતુ વર્કઆઉટ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શરીરને હાઈડ્રેટ રાખો
પોતાની આસપાસ રહેતા અને જીમમાં જતા લોકોને જોઈને ઘણા લોકો જીમમાં જવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ જીમમાં જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. અભિનેતા-અભિનેત્રીઓ પણ ફિટ રહેવા માટે ફિટનેસ કોચ હાયર કરતા હોય છે. એવા કેટલાક ફિટનેસ કોચે મીડિયાને વર્કઆઉટ કરતી વખતી ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી છે.

હૃત્તિક રોશનના ફિટનેસ કોચ પ્રસાદ નંદકુમાર શિર્કે જણાવે છે કે, “વર્કઆઉટ કરતી વખતે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જો તમે એસીમાં બેઠા હોવ તો પાણી પીવાની વધારે જરૂર પડે છે. દરેકની વર્કઆઉટ કરવાની તીવ્રતા જુદીજુદી હોય છે, પરંતુ તીવ્રતાની સાથે હાર્ટ રેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
(220-ઉંમર) આ સૂત્રને અપનાવવું જોઈએ. આ તમારી મહત્તમ હાર્ટ રેટ હોવી જોઈએ. જો તમારી હાર્ટ રેટ આનાથી વધારે રહે છે, તો તમારે વધારે તીવ્રતાવાળું વર્કઆઉટ ન કરવું જોઈએ. સામાન્ય વ્યક્તિ માટે 45 મિનિટનું વર્કઆઉટ પર્યાપ્ત છે.”

ફિટનેસ કોચની સલાહ પ્રમાણે જ વર્કઆઉટ કરો
શાહિદ કપૂર અને કાર્તિક આર્યનના ફિટનેસ કોચ સમીર જૌરા જણાવે છે કે, “આજના સમયમાં લોકો અનેક કલાકો સુધી બ્રેક લીધા વગર વર્કઆઉટ કરે છે. પરંતુ તેનાથી શરીરને ફાયદાને બદલે નુકસાન થાય છે. તેનાથી મસલ્સ લોસ થાય છે. તેથી આસપાસના લોકોનું અનુકરણ કરીને વર્કઆઉટ શરૂ કરી દેવું જોઈએ નહીં. યોગ્ય સર્ટિફાઈડ કોચની સલાહ લઈને જ વર્કઆઉટ કરવું જોઈએ. જેથી શરીરને કોઈ નુકસાન ન થાય.”

સોનુ સૂદના પર્સનલ ફિટનેસ કોચ યોગેશ ભટેજા જણાવે છે કે, “વર્કઆઉટ શરૂ કરતા પહેલા તમારા કોચને LFT, KFT, TFT, Lipid Profile, ECG અને Urin Culture જેવા જરૂરી ટેસ્ટનો રિપોર્ટ અવશ્ય બતાવો. જેથી તે તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે સાચું માર્ગદર્શન આપીને તમારો વર્કઆઉટ શિડ્યુલ તૈયાર કરી આપશે.”
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…બાંદ્રામાં જીમમાંથી નીકળતી સામંથા પાપારાઝી પર ભડકી, ચાહકો ચોંક્યા!