સ્પેશિયલ ફિચર્સ

ગુરુ દેવો ભવઃ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલા વાગે કરશો પૂજાવિધિ, જાણો

ગુરૂ પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર મનાય છે. આ તહેવાર ફક્ત હિન્દુઓ માટે જ નહીં પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસનો જન્મ પણ આ દિવસે થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા તિથિ 10મી જુલાઈના રોજ એટલે કે મધ્યરાત્રિએ 1:36 વાગ્યે શરૂ થઈ છે અને તિથિ 11 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે મધ્યરાત્રિએ 2:06 વાગ્યે સમાપ્ત થશે.

ગુરુ પૂર્ણિમા 2025 શુભ મુહૂર્ત

ગુરુ પૂર્ણિમાઃ 10 જુલાઈ એટલે કે મધ્યરાત્રિએ 1:36 વાગ્યે શરૂ થયો જે આવતીકાલે 2:06 વાગ્યે સમાપ્ત થશે

સ્નાન દાન માટે શુભ સમય આજે સવારે 4:10 થી 4:50 વાગ્યા સુધીનો રહેશે

પૂજા માટે શુભ સમય – શ્રી હરિ અને માતા લક્ષ્મીની પૂજા માટે શુભ સમય સવારે 11:59 થી 12:54 વાગ્યા સુધીનો રહેશે

ગુરૂ પૂર્ણિમાની પૂજા વિધિ શું છે?

ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકો સારા કપડાં પહેરીને પૂજા વિધિ કરતાં હોય છે. આ તહેવાર માટે કોઈ પવિત્ર સ્થાન પર સફેદ કપડું પાથરીને વ્યાસપીઠ તૈયાર કરો, ત્યારે બાદ વેદવ્યાસજીની મૂર્તિ અથવા તો ચિત્ર સ્થાપિત કરો. પછી વેદ વ્યાસજીને ચંદન, કુમકુમ, ફૂલો, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો. આ ખાસ દિવસે વેદ વ્યાસજી સાથે શુક્રદેવ અને શંકરાચાર્ય જેવા મહાન ગુરુઓને યાદ કરો અને તેમનું આહ્વાન કરો. આજે માત્ર ગુરુ જ નહીં પરંતુ પરિવારના વડીલો જેમ કે માતાપિતા, મોટા ભાઈઓ અને બહેનોને પણ ગુરુ જેટલું જ માન આપવું જોઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ.

ગુરૂ પૂર્ણિમાનું મહત્વ

હિંદુ સંસ્કૃતિમાં ગુરૂ પૂર્ણિમાને ખૂબ જ પવિત્રા માનવામાં આવે છે. શિષ્ય પોતાના ગુરુની પૂજા કરે છે અને પોતાની ક્ષમતા મુજબ દક્ષિણા, ફૂલો, કપડાં વગેરે અર્પણ પણ કરતા હોય છે. આ દિવસે શિષ્ય પોતાની બધી ખામીઓ ગુરુને અર્પણ કરે છે અને પોતાનો બધો ભાર ગુરુને અર્પણ કરે છે. ગુરુની પૂજા કરવાથી વ્યક્તિ ખૂબ જ સરળતાથી બધું મેળવી શકે છે. ગુરૂ આપણાં જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સફળતા મેળવવા માટે ગુરૂનો સાથે ખૂબ જ મહત્વનો છે.

આપણ વાંચો:  જો એક મિનિટ માટે સૂર્ય ધરતીથી ગાયબ થશે તો શું થશે? સવાલનો જવાબ જાણીને ચોંકી ઉઠશો…

કોને ગુરૂ માની શકાય?

મોટા ભાગે લોકો માત્ર શિક્ષણ આપનારને શિક્ષકને જ ગુરુ માનતા હોય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. કારણ કે, જે જ્ઞાન આપનાર શિક્ષક ખૂબ જ અંશતઃ ગુરુ છે. જે વ્યક્તિ કે શક્તિ આપણને ભગવાન સુધી લઈ જઈ શકે છે તેને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ બનવાની ઘણી શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે શાંત, ઉમદા, નમ્ર, વર્તનમાં શુદ્ધ, શુદ્ધ અને સુસ્થાપિત વગેરે. ગુરુ મળ્યા પછી, તેમની સૂચનાઓનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને કોઈ નાનામાં નાના વ્યક્તિ પાસેથી પણ જીવન માટે સારી શીખ મળે છે તો તે તમારો ગુરૂ કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button