Mukesh Ambaniના દીકરાના લગ્નમાં મહેમાનોએ આ નિયમોનું પાલન કરવું પડશે…

Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani અને Radhika Merchantના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બંને પરિવારો તાડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. દરરોજ લગ્નમાં આવનારા મહેમાનોની યાદી, આપવામાં આવનારી રિટર્ન ગિફ્ટ્સ સહિતની વિવિધ બાબતોની માહિતી સામે આવી રહી છે. હવે આ લગ્નને લઈને ખૂબ જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
Anant Ambani અને Radhika Merchantના લગ્ન ગુજરાતના જામનગર ખાતે થવાના છે અને આ લગ્નમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ હાજરી આપવાના છે. જંગલ થીમ પર આધારિત આ લગ્નમાં હાજરી આપવા આવનારા મહેમાનો માટેની એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને મહેમાનોએ આ નિયમોનું ખાસ પાલન કરવું પડશે.
પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી અલગ અલગ ઈવેન્ટ યોજાશે. એમાં પહેલી માર્ચના યોજાનારી ઈવેન્ટ માટે એલિગન્ડ કોકટેલ ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે.
બીજી માર્ચના અ વોક ઓન ધ વાઈલ્ડસાઈડ થીમ રાખવામાં આવી છે. વંતારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં મહેમાનો યુનિક અનુભવ કરી શકશે. સવારે 11.30થી બપોરે 3 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે અને આ માટે જંગલ ફીવર ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે.
ત્રીજી માર્ચના કાર્નિવલ છે. સાંજે 7.30 કલાકે ફંક્શન શરૂ થશે અને એના માટે ડેઝલિંગ દેસી રોમેન્સ ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે. પાર્ટીમાં ડાન્સ કરવા માટે મહેમાનોને ડાન્સિંગ શૂઝ પહેરવાનું જણાવવામાં આવ્યું છે.
ભાઈ અંબાણીઝ છે આ તો, દરેક કાર્યક્રમ યુનિક અને ભવ્ય તો હોવાનો જ ને? આ સિવાય સોશિયલ મીડિયા પર લગ્નમાં આવનારા મહેમાનોની હાજરીને લઈને એક નવ પાનાની ગાઈડલાઈન પણ વાઈરલ થઈ રહી હતી. જેમાં લગ્નમાં આવનારા મહેમાનોને વન હેન્ડ બેગ અને વન કેબિન બેગ લઈ આવવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય મહેમાનોને બીજા દિવસના ઈવેન્ટ માટે આરામદાયક વસ્ત્રો પરિધાન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.
જોકે, આ ગાઈડલાઈન સત્તાવાર રીતે અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવી છે કે નહીં તે અંગેની કોઈ માહિતી મળી શકી નહોતી.