સ્પેશિયલ ફિચર્સ

ઓનલાઈન ફ્રોડથી બચવાનો અચૂક ઉપાય, સરકારી વેબસાઈટ તમને બનાવશે સ્કેમપ્રૂફ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને લોકોના મોટાભાગના કામ ઓનલાઈન ડિજિટલી જ થઈ જાય છે. ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને યુપીઆઈએ આપણી ડે ટુ ડે લાઈફને ખૂબ જ સરળ બનાવી દીધી છે. આને કારણે કેશ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. જોકે, જેમ એક સિક્કાની બે બાજુ હોય છે એમ આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આપણી લાઈફને સરળ બનાવે છે એ જ રીતે તે આપણા માટે મુશ્કેલીનું કારણ પણ બની રહી છે.

અવારનવાર આપણે સાઈબર ફ્રોડ જેવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ. સાઈબર ક્રિમિનલ્સ લોકોના પૈસા લૂંટવા માટે અલગ અલગ ગતકડાંઓ અજમાવતા હોય છે. સરકાર દ્વારા પણ નાગરિકોને સતર્ક રાખવા માટે નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવે છે. પરંતુ તેમ છતાં લોકો ઓનલાઈન ફ્રોડના શિકાર થઈ જાય છે. આજે અમે અહીં તમને ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે બચી શકો એની કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સરકાર દ્વારા ફાઈનાન્શિયલ ફ્રોડથી બચવા માટે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન પોર્ટલ તમને સાઈબર ફ્રોડથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અહીં તમને ફરિયાદ કરવાની સાથે સાથે જ ફ્રોડ કરનારની માહિતી પણ મળી જાય છે.

જો તમારી પાસે કોઈ પણ નંબરથી કોલ કે મેસેજ આવે જેને લઈને તમારા મનમાં શંકા છે તો તમે આ પોર્ટલ પર જઈને તેને વેરિફાઈ કરી શકો છે. એટલું જ નહીં પણ અહીં તમને યુપીઆઈ પેમેન્ટ કરતાં પહેલાં ચેક કરી શકો છો કે તેના નામે કોઈ ફરિયાદ તો નથી નોંધાઈ ને? તમારી આ સાવધાની તમને અપરાધીઓની જાળમાં ફસાવતા અટકાવી શકે છે.
આ રીતે કરી શકશો ચેક-

  1. સૌથી પહેલાં તમારે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર જવું પડશે.
  2. જમણી બાજુમાં ઉપરની તરફ દેખાઈ રહેલું રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ્સનું ઓપ્શન ચેક કરો
  3. અહીં તમારે સસ્પેક્ટ રિપોસિટોરી પર જઈને ક્લિક કરવું પડશે.
  4. ત્યાર બાદ ચેક સસ્પેક્ટ પર ક્લિક કરો
  5. આવું કર્યા બાદ સસ્પેક્ટ સાથે સંકળાયેલી તમામ ડિટેઈલ્સ જે તમારી પાસે છે એ ફીડ કરવી પડશે. આ ડિટેઈલ્સમાં મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી, બેંક એકાઉન્ટ નંબર કે ઈમેલ વગેરે હોઈ શકે છે
  6. આ ડિટેઈલ્સ આપ્યા બાદ જો સામેવાળી વ્યક્તિ ફ્રોડ છે તો પોર્ટલ તેની આખી કરમ કુંડળી તમારી સામે ખોલીને રાખી દેશે
  7. આ રીતે તમે તમારી જાતને ફ્રોડસ્ટર્સના જાળમાં ફસતાં બચી શકો છો

આ પણ વાંચો…કચ્છની મહિલાએ ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલા નાણાં સાયબર સેલે પાછા તો અપાવ્યા પણ..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button