સ્પેશિયલ ફિચર્સ

જાણો, શું છે ગૂગલનું સર્ચ એન્જિન ઓડિયો ઓવરવ્યૂ ફીચર

અમદાવાદ: દેશ સહિત દુનિયા ટેકનોલોજીના વિકાસની હરણફાળ ભરી છે. આજના સમયમાં કોઈ પણ વસ્તુ આંગળીના ટેરવા પર મળી આવે છે. એમાં પણ AIના આવ્યા બાદ માહિતી મેળવવી ખુબ જ સરળ બની છે. ત્યારે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધારીને નવું ફીચર ‘ઓડિયો ઓવરવ્યૂ’ રજૂ કર્યું છે. ઇન્ટરનેટ પર 90% સર્ચ ક્વેરીનું સંચાલન કરતી ટેક જાયન્ટે જણાવ્યું કે આ ફીચર યુઝર્સને ઝડપી અને સરળ માહિતી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હાલમાં આ ફીચર ગૂગલ લેબ્સના ભાગરૂપે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ છે, જે યુઝર્સને પોડકાસ્ટ સ્ટાઇલમાં 30-45 સેકન્ડની ઓડિયો ક્લિપ દ્વારા માહિતી આપે છે. આ નવું ફીચર ખાસ કરીને મલ્ટિટાસ્કિંગ કરતા યુઝર્સ માટે ઉપયોગી છે.

ઓડિયો ઓવરવ્યૂ ફીચરની વિગતો
ગૂગલના આ નવા ફીચરને ગૂગલના જેમિની AI મોડેલ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તે ચોક્કસ સર્ચ ક્વેરી માટે 30થી 45 સેકન્ડની ઓડિયો ક્લિપ જનરેટ કરે છે, જેમાં બે AI હોસ્ટના અવાજો વચ્ચે વાતચીતના રૂપમાં માહિતી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે “નોઇઝ કેન્સલેશન હેડફોન કેવી રીતે કામ કરે છે?” શોધો, તો સર્ચ રિઝલ્ટ પેજ પર “જનરેટ ઓડિયો ઓવરવ્યૂ” બટન દેખાશે. આ બટન દબાવતાં 40 સેકન્ડમાં ઓડિયો તૈયાર થઈ જાય છે, જેની સાથે સંબંધિત વેબસાઇટ્સની લિંક્સ પણ દેખાય છે.

ફીચરનો ઉપયોગ અને ઉપલબ્ધતા
આ ફીચર હાલમાં ગૂગલ લેબ્સના પ્રયોગ તરીકે યુએસમાં મોબાઇલ અને ડેસ્કટોપ બંને પર ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે, યુઝર્સે “labs.google.com” પર જઈને આ પ્રયોગમાં નોંધણી કરવી પડશે. ઓડિયો ઓવરવ્યૂ દરેક સર્ચ માટે નથી, પરંતુ ગૂગલ દ્વારા નિર્ધારિત ચોક્કસ ક્વેરી માટે જ ઉપલબ્ધ રહેશે. ઓડિયો પ્લેયરમાં પ્લે/પોઝ, વોલ્યુમ કંટ્રોલ, મ્યૂટ અને 0.25xથી 2x સુધીની પ્લેબેક સ્પીડ એડજસ્ટ કરવાનો વિકલ્પ છે, જે યુઝર અનુભવને સરળ બનાવે છે.

આપણ વાંચો:  વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર…

ફીચરનું મહત્વ
ગૂગલનું આ ફીચર યુઝર્સને હેન્ડ્સ-ફ્રી અનુભવ આપે છે, જે ખાસ કરીને જેઓ ઓડિયો ફોર્મેટ પસંદ કરે છે તેમના માટે ઉપયોગી છે. ગૂગલના બ્લોગ મુજબ, આ ફીચર માહિતીને ઝડપથી સમજવામાં મદદ કરે છે અને ફેક્ટ-ચેકિંગ માટે વેબસાઇટ્સની લિંક્સ પણ પૂરી પાડે છે. નોટબુકએલએમમાં આ ફીચરની સફળતા બાદ, ગૂગલે તેને સર્ચ એન્જિનમાં રજૂ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button