ભારતીયોએ Google પર સૌથી વધુ સર્ચ કર્યો ‘5201314’ નંબર! શું છે આ ચીની કોડનો અર્થ?

2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ (Google)એ પોતાની યર ઈન સર્ચ 2025ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં લોકોએ ગૂગલ પર સૌથી વધારે શું સર્ચ કર્યું છે? જોકે, આ રિપોર્ટમાં એક ચોંકાવનારો નંબર જોવા મળ્યો હતો. આ નંબર એક ચીની નંબર છે અને ભારતીયોએ આ નંબંર સૌથી વધારે સર્ચ કર્યો છે. ચાલો જોઈએ શું છે આ નંબર અને કેમ ભારતીયોએ આ નંબર સર્ચ કર્યો છે…
2025માં ભારતીય નાગરિકોએ ગૂગલ પર 5201314 નંબર સૌથી વધારે સર્ચ કર્યો હતો. આ ચીની નંબર શું છે એ જાણવા માટે ગૂગલ પર લોકોએ તેને સૌથી વધારે સર્ચ કર્યો હતો. આ નંબર મીનિંગ કેટેગરીમાં ટોપ ફાઈવ સર્ચમાં પાંચમા સ્થાને છે. રિપોર્ટથી એવું પણ સ્પષ્ટ થયું છે કે ભારતીય યુઝર્સને આ વર્ષે ફિલ્મો અને ક્રિકેટમાં પણ રસ છે, કારણ કે તેમણે આ વિષય પર પણ સર્ચ કર્યું છે.
વાત કરીએ ચીની નંબર વિશે તો પહેલી વખતમાં તો 5201314 માત્ર આંકડાઓનું એક સામાન્ય કોમ્બિનેશન જોવા મળે છે. પરંતુ ચીની સંસ્કૃતિની વાત કરીએ તો ચીની સંસ્કૃતિમાં તેનો અર્થ ખૂબ જ ખાસ અને રોમેન્ટિક થાય છે. આ જ કારણ છે કે આ નંબર માત્ર ચીન જ નહીં પણ ભારત જેવા દેશમાં પણ લોકોની જિજ્ઞાસાનું કારણ બન્યો હતો.

ચીની ભાષામાં આંકડાઓનો ઉચ્ચાર કોઈ કોઈ વખત શબ્દો સાથે હળતો મળતો આવે છે. આ જ કારણ કેટલાક નંબરનો ભાવનાત્મક મતલબ લઈ લે છે. ચીની ભાષામાં જે રીતે 520નો ઉચ્ચાર કરવામાં આવે છે એ સાંભળીને આઈ લવ યુ એવું સંભળાય છે. જ્યારે 1314નો ઉચ્ચાર એવા શબ્દો સાથે હળતો મળતો આવે છે જેનો અર્થ પૂરી જિંદગી કે હંમેશા માટે એવો થાય છે. જ્યારે આ 5201314ને ભેગુ કરવામાં આવે તો એનો અર્થ એવો થાય છે કે હું તને આખી જિંદગી પ્રેમ કરીશ એવો થાય છે.
5201314 હવે એક નંબર નથી રહ્યો પણ સોશિયલ મીડિયા પર પ્રેમ જતાવવાનું માધ્યમ બની ગયું છે. લોકો તેને મેસેજ, પોસ્ટ અને કેપ્શનમાં લખી રહ્યા છે, જેથી સીધેસીધું કંઈ પણ કહ્યા વિના પોતાની લાગણી રજૂ કરી શકાય. ભારતમાં આના વધી રહેલાં સર્ચ ટ્રેન્ડથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે લોકો હવે ગ્લોબલ ઈન્ટરનેટ કલ્ચર અને આવી યુનિક એક્સપ્રેશનને ઝડપથી અપનાવવા લાગ્યા છે.
ભારતીય નાગરિકોએ 5201314 સિવાય પણ કેટલાક એવા શબ્દો હતા કે જે ભારતીય લોકોએ 2025માં ગૂગલ પર સર્ચ કર્યા હતા. આ શબ્દોમાં સીઝફાયર, મોક ડ્રીલ, પૂકી, મેડે, સ્ટેમ્પેડ, એ સાલા કપ નામદે, નોન્સ, લેટન્ટ અને ઈન્સેલ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. આ યાદી જોતા ખ્યાલ આવે છે કે લોકો માત્ર ટ્રેન્ડ્સને ફોલો કરવામાં જ નહીં પણ તેના પાછળનો અર્થ સમજવા માંગે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવતાદુનિયાના સૌથી રોમેન્ટિક શહેરો



