29મી જૂનના શુક્ર થશે ઉદિત, આ ચાર રાશિના જાતકોનો શરૂ થશે Golden Period

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની અલગ અલગ ખાસિયત જણાવવામાં આવી છે અને પાંચ દિવસ બાદ એટલે કે 29મી જૂનના દિવસે ગ્રહોના સેનાપતિ શુક્ર મિથુન રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે. શુક્ર આશરે 2 મહિનાથી અસ્ત અવસ્થામાં હતા, જેને કારણે માંગલિક કાર્યો વર્જ્ય હતા.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, સમૃદ્ધિ અને વૈભવનો કારક માનવામાં આવ્યો છે. હવે બે મહિના બાદ શુક્રનો ઉદય થતાં જ શુભ અને માંગલિક કાર્યક્રમોનો પ્રારંભ તો થશે, પણ એની સાથે સાથે જ કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને શુભ પરિણામ મળવાની પૂરેપૂરી શક્યતા છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
વૃષભઃ

બે મહિના બાદ ઉદય થઈ રહેલાં શુક્રને કારણે વૃષભ રાશિના જાતકોને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ જૂના રોકાણને કારણે પણ લાભ થઈ રહ્યો છે. ઘર-પરિવારમાં હસી-ખુશી અને આનંદનો માહોલ જોવા મળશે. વેપાર કરી રહેલાં લોકોનેી કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. વિદ્યાર્થીઓને એકાગ્રતાથી અભ્યાસ કરશે તો જ અભ્યાસમાં સારા પરિણામ મળશે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે શુક્રનો ઉદય શુભ પરિણામ લઈને આવશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરી-વેપારમાં સારું પ્રદર્શન કરશો. વરિષ્ઠ અધિકારી તમારા કામની પ્રશંસા કરી શકે છે. ટૂંકમાં કહેવાનું થાય તો શુક્રનો ઉદય થતાં જ સિંહ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (24-06-24): વૃષભ, મિથુન અને કર્ક રાશિના જાતકો માટે Monday લાવશે Lots Of Benefits…
તુલાઃ

શુક્રનું ઉદય થવું તુલા રાશિના જાતકોના જીવનમાં ખુશહાલી લઈને આવી રહ્યો છે. પ્રેમજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. જીવનમાં કોઈ નવા મહેમાનની એન્ટ્રી થશે. જો કોઈ કામ અટકી પડ્યા હતા તો એ પણ પૂરા થશે. અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે.
કુંભઃ

કળાસ, સંગીત અને અભિનય જેવા ક્રિયેટિવ ફિલ્ડમાં કામ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ સાહિત થવાનો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. ધનલાભ થવાના પણ યોગ છે.