Gold Price Today : દિવાળી પૂર્વે સોનાના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઇ: ભારતમાં સોનાના ભાવમાં(Gold Price Today) મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુ.એસ.ની ચૂંટણીને કારણે ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં દિવાળીના તહેવારને કારણે સોના અને ચાંદીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે 24 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 710 નો વધારો થતાં 10 ગ્રામનો ભાવ રૂપિયા 80, 340 ને પાર પહોંચ્યો છે.
10 ગ્રામના ભાવમાં રૂપિયા 650નો વધારો
જેમાં માર્કેટ અહેવાલ મુજબ 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં રૂપિયા 650નો વધારો થતાં તે રૂપિયા 73,650ના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 18 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં રૂપિયા 530નો વધારો થતાં તે રૂપિયા 60,260 થયો છે.
ભારતમાં ચાંદીના ભાવમાં વઘ-ઘટ
દેશમાં શનિવારે શરૂઆતના વેપારમાં એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો હતો. ભારતમાં આજે ચાંદીની કિંમત રૂપિયા 97,900 પ્રતિ કિલોગ્રામ છે. ભારતમાં ચાંદીની કિંમત આંતરરાષ્ટ્રીય કિંમતો દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે ચેન્નાઈ, હૈદરાબાદ અને કેરળ જેવા શહેરોમાં ચાંદીનો ભાવ 1 કિલો દીઠ રૂપિયા 1,06,900 છે. જ્યારે મુંબઈ, પૂણે, દિલ્હી, કોલકાતા, કેરળ, પુણે અને અમદાવાદ જેવા અન્ય શહેરોમાં કિંમત રૂપિયા 97,900 છે.