દાળ પર સોનાનો વઘાર? ભાઈસાબ આ તો Ambani Familyને ત્યાં જ શક્ય છે…
હેડિંગ વાંચીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીં કોના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, પણ શું તમને ખબર છે કે આવો ચોંકાવનારો ખુલાસો કોણે કર્યો છે? ચાલો તમને એના વિશે જણાવીએ.
વાત જાણે એમ છે કે કોમેડિયન કપિલ શર્મા ફરી એક વખત ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની સિઝન-ટુ સાથે ફરી એક વખત નેટફ્લિક્સ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ સિઝનના પહેલાં એપિસોડમાં ફિલ્મ જિગરાની ટીમ આલિયા ભટ્ટ અને કરણ જોહર, વેદાંગ રૈના અને વાસન બાલાએ હાજરી આપી હતી અને અહીં તેમણે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નનો ઉલ્લેખ કર્યો હતો. એ સમયે આ અંગે ખુલાસો થયો હતો.
કપિલે જણાવ્યું હતું કે અંબાણીસાહેબના દીકરા અનંતના લગ્નનો સમારોહ સંપન્ન થયો અને આ લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્નમાંથી એક છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ લગ્નમાં મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું તો કોઈએ એવું પણ કહ્યું કે દાળ પર સોનાનો વઘાર કરવામાં આવ્યો હતો એ 24 કેરેટનો હતો. હું સાચું કહું તો જેમણે દાળ ખાધી એ લોકો મૂંઝવણમાં હતા કે બીજા દિવસે સવારે વોશરૂમ જવું કે જ્વેલર્સ પાસે. કપિલની આ વાત સાંભળીને સ્ટુડિયોમાં હાજર તમામ લોકો જોરથી હસી પડ્યા હતા.
આગળ કપિલે પોતાના લાઈવ મ્યુઝિક બેન્ડ તરફ ઈશારો કરતાં જણાવ્યું કે અમારો આ દિનેશ પણ મિકા પાજી સાથે ત્યાં ગયો હતો અને તેણે 12 વાટકા ગાળ પીધી હતી. મેં પૂછ્યું કે ભાઈ આટલી દાળ તો તેણે મને કહ્યું મારે સોનાની બંગડીઓ બનાવડાવવાની છે. સામાન્યપણે નોર્મલ વેડિંગમાં ઘણી વખત મહેમાનોને એ વાતે વાંધો પડે છે કે તેમના સુધી પહોંચતાં પહોંચતા કોઈ એકાદ વસ્તુ ખૂટી ગઈ હોય. પરંતુ અહીં અલગ જ સમસ્યા હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારના આ લગ્નની ચર્ચા માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરની મીડિયાએ પણ લીધી હતી.