સ્પેશિયલ ફિચર્સ

Go First CEO કૌશિક ખોનાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ બંધ થઈ ગયેલી એવિએશન કંપની ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ રાજીનામું આપ્યું છે. લગભગ 7 મહિના પહેલા, ગો ફર્સ્ટે નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. ખોનાએ 30 નવેમ્બરે એરલાઇન કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં જણાવ્યું હતું કે 30 નવેમ્બર તેમનો કંપની સાથેનો છેલ્લો દિવસ હતો.

ખોનાએ એક ઈ-મેલમાં જણાવ્યું હતું કે, “ભારે હૃદય સાથે મારે તમને જણાવવું છે કે કંપની સાથેનો આજે મારો છેલ્લો દિવસ છે.” મને ફરી એકવાર ઓગસ્ટ 2020 માં ગો ફર્સ્ટ માટે કામ કરવાની તક મળી અને તમારા સમર્થનથી મેં મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો.’ ખોનાએ અગાઉ 2008 થી 2011 દરમિયાન ગો ફર્સ્ટમાં કામ કર્યું હતું.

ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ 3 મેથી બંધ છે. ગો ફર્સ્ટને અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીના એન્જિનની નિષ્ફળતાને કારણે તેની અડધાથી વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરવી પડી હતી. તેમની પાસે રોકડની અછત હતી અને બળતણ માટે પૈસા નહોતા.

કૌશિક ખોનાનો દાવો છે કે એન્જિનની સમસ્યાને કારણે 3 વર્ષમાં લગભગ 8.9 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગો ફર્સ્ટ વાડિયા ગ્રુપની એરલાઇન છે. તેની પ્રથમ ઉડાન નવેમ્બર 2005માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે થઈ હતી. તે ગો એર તરીકે જાણીતું હતું. એરલાઈને 2021માં તેનું નામ બદલીને ગો ફર્સ્ટ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button