સ્પેશિયલ ફિચર્સ

ગરમીને લીધે ત્વચાનો ગ્લો ગાયબ થઈ ગયો છે? તો આ નુસ્ખો અજમાવી જૂઓ

ઋતુની અસર શરીર પર જેમ પડે છે તેમ ત્વચા પર પણ પડે છે. દરેક ઋતુનો માર ત્વચા પહેલા ઝીલે છે. ઋતુઓ સાથે પ્રદુષણ, કાર્બનડાયોક્સાઈડ, કેમિકલ્સ, ટોક્સિક બની ગયેલું વાતાવરણ ત્વચાનો ગ્લો ગાયબ કરી દે છે.

ગરમીમાં ત્વચા કાળીતો પડી જાય છે, પરંતુ સાથે સાથે થાકેલી અને શુષ્ક થઈ જાય છે. તાપ, પરસેવો, ધૂળમાટી ત્વચાને, ખાસ કરીને ચહેરાને વધારે અસર કરે છે. જો તમે પણ આવી સમસ્યાઓથી પીડાતા હો તો તમારી માટે અમુક ટીપ્સ અહીં આપીએ છીએ. આ પ્રયોગ તમે કરી શકો છો.

આપણ વાંચો: ત્વચા દાનમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોખરે, સ્કીન બેંક દ્વારા 18મું દાન સ્વીકાર્યું

તમે ત્રણેય સિઝનમાં ચહેરા પર એરંડાનું તેલ એટલે કે કેસ્ટર ઓઈલ લગાવી શકો છો. ઘણા એરિડયુંના નામે પણ જાણે છે. ગરમીમાં પણ એરંડીનું તેલ ત્વચા પર લગાવી શકાય છે, પણ આ લગાવતી વખતે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો આજે તમને આ વિશે થોડી વિસ્તારથી માહિતી આપીએ.

ચહેરા પર એરંડાનું તેલ કેવી રીતે લગાવવું?

એરંડાનું તેલ મોટેભાગે ઘઉં જેવા અનાજ પર પણ લગાવવામાં આવે છે. ઘણા લોકો પેટની ખરાબી બહાર કાઢવા માટે એરંડાનું તેલ રોજ એકાદ ચમચી પી જતા હોય છે. પરંતુ આ તેલ ખૂબ જ જાડું અને ખાવાના તેલથી અલગ હોય છે. આથી આ તેલ સીધું ચહેરા પર લગાવવું શક્ય બનશે નહીં. તો આ રીતે લગાવજો.

ચહેરા પર એરંડાનું તેલ લગાવવા માટે, પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો, જેથી પરસેવો, ધૂળ સાફ થઈ જાય. હવે તમારા ચહેરાને ટુવાલથી બરાબર લૂછી લો. ઉનાળામાં એરંડાના તેલને નાળિયેરના તેલ સાથે મિક્સ કરો, જેથી તે પાતળું થઈ જાય.

આપણ વાંચો: મુખ્ય સચિવ કક્ષાની આઈએએસ અધિકારીએ પણ સહન કરવા પડે છે શ્યામ ત્વચા માટે મ્હેણાટોણા…

હવે તમારા હાથમાં એરંડાનું તેલ અને નાળિયેરનું તેલ મૂકો અને તેને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. તેને ચહેરા પર લગાવ્યા પછી, તમે તેને સરળતાથી મસાજ પણ કરી શકો.

આ સાથે ઉનાળામાં આ તેલ તમારે રાત્રે સૂતા પહેલા લગાવાવનું અને સવારે પહેલા સાફ પાણીથી અને પછી સાબૂથી બરાબર ચહેરો સાફ કરી લેવાનો. અને હા, આ મસાજ તમે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ કરજો. વધારે વાર કરવાથી ત્વચા તૈલી થઈ શકે અને બની શકે તમારી ત્વચાને તે માફક ન આવે.

દરેક વ્યક્તિની ત્વચા અલગ અલગ રીતે રિએક્ટ કરતી હોય છે. આથી આપ આપના સ્કીન એક્સપર્ટની સાથે વાતચીત કરી આ પ્રયોગ કરો તે હિતાવહ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button