Important Alert: ડિજીટલ વર્લ્ડનો દૈત્ય Ghost Hacking, તમે પણ બની શકો છો શિકાર…

દિવસે દિવસે જેમ જેમ ટેક્નોલોજી આગળ આગળ વધી રહી છે અને એનાથી જીવન સરળ બની રહ્યું છે એમ એમ જ આ ટેક્નોલોજી મુશ્કેલીનું કારણ બની રહી છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે જાત જાતના નુસખાઓ અપનાવે છે. ક્યારેય ગિફ્ટના નામે કે ક્યારેક ડિલીવરીના નામે તો વળી ક્યારેક કેવાયસી અપડેટના નામે લોકોને પોતાની જાળમાં ફસાવીને એમનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. જો તમને પણ કોઈ એવી વ્યક્તિનો મેસેજ આવ્યો છે કે જેમનું હાલમાં જ મૃત્યુ થઈ ગયું હોય? હાલમાં સોશિયલ મીડિયા પર ઘોસ્ટ હેકર્સ એટલે કે ભૂતિયા હેકર્સનો રાફડો ફાટ્યો છે અને આ હેકર્સ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેઓ હવે આ દુનિયામાં નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામસ એક્સ પર આ ઘોસ્ટ હેકર્સની બોલબાલા છે. એ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખે છે અને કોઈના મૃત્યુના સમાચાર મળતાં જ એક્ટિવ થાય છે. જેવું કોઈ સોશિયલ મીડિયા પર કોઈના મૃત્યુના સમાચાર પોસ્ટ કરવામાંઆવે એટલે તરત જ તેઓ મૃતકનું સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મેળવવાનું શરૂ કરી દે છે અને ફ્રોડ કરવાનું પ્લાનિંગ શરૂ કરે છે.
વર્તમાન સમયમાં લોકોને છેતરવા માટે સ્કેમર્સનું સૌથી મોટું હથિયાર સોશિયલ એન્જિનિયરિંગ છે. હેકર્સ માહિતી એકઠી કરીને એની મદદથી લોકોને પોતાની જાળમાં પસાવે છે. વીક પાસવર્ડવાળા સોશિયલ મીડિયા એકાઉન્ટને તેઓ સરળતાથી ક્રેક કરી લે છે અને પછી એકાઉન્ટના પાસવર્ડ રિસેટ કરીને એકાઉન્ટનું એક્સેસ મેળવીને ક્રાઈમ કરે છે.
સામાન્ય હેકર્સની જેમ જ ઘોસ્ટ હેકર્સનો હેતુ પૈસા કમાવાવનો હોય છે એટલે જ તેઓ એકાઉન્ટ એક્સેસ કર્યા બાદ કોઈને પણ મેસેજ કે કોલ કરીને પોતાની જાળમાં ફસાવે છે. કામ પૂરું થયા બાદ આ હેકર્સને શોધવાનું અધરું થઈ પડે છે, કારણ કે તેમણે જે એકાઉન્ટ યુઝ કર્યું હોય છે તે કોઈ મૃત વ્યક્તિનું હોય છે એટલે તેઓ સરળતથી બચીને નીકળી જાય છે.
આવા ઘોસ્ટ હેકર્સથી બચવા માટે તમારે તમારા કોઈ પણ સંબંધી કે ઓળખીતા વ્યક્તિનું એકાઉન્ટ હેકર્સના હાથે ના લાગવા દેવું દોઈએ. આ માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોલિસી પણ બનાવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે કોઈ મૃત વ્યક્તિના એકાઉન્ટને મેનેજ કરી શકો છે. જોકે, આ માટે તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સપોર્ટને ઈ-મેલ કરવાનો રહેશે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના મૃત્યુ બાદ એકાઉન્ટ કોણ મેનેજ કરશે એ વ્યક્તિની પસંદગી કરવાનો અધિકાર પણ છે. આ માટે યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેટિંગમાં જઈને મેમોરિયલાઈઝેશનના ઓપ્શન પર જઈને લીગેસી એકાઉન્ટની પસંદકીર કરવાની રહેશે. આવું કરવાથી મૃત વ્યક્તિનું એકાઉન્ટ કોઈ ખોટી વ્યક્તિઓ કે હેકર્સના હાથમાં નહીં જાય છે ઘોસ્ટ હેકિંગથી બચી શકાશે.