ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

Gautam Adani, Mukesh Ambaniની જેમ ધનવાન બનવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…

દરેક વ્યક્તિને અંદરખાને એવી ઈચ્છા તો ચોક્કસ હોય કે તેની પાસે એટલા પૈસા હોય કે તેની સાત પેઢી આરામથી બેસીને ખાય. આજે અમે અહીં તમને ધનવાન બનવાના એક સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિક્રેટ ફોલો કરીને તમે પણ ધનના ઢગલામાં આળોટવા લાગશો. જેમ જ્યોતિષશાસ્ત્રમાં અમુક ઉપાય જમાવવામાં આવ્યા છે જેને અમલમાં મૂકીને તમે ધનવાન બની શકો છો એ જ રીતે રત્નશાસ્ત્રમાં પણ એવા અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારવામાં મદદ કરે છે. આવો જોઈએ કયા છે આ રત્નો-

રત્નશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોની સ્થિતિની વ્યક્તિના જીવન પર અસર જોવા મળે છે. રત્ન જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તેની અશુભ અસર ઘટાડવા માટે વ્યક્તિને રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આવી પરીસ્થિતિમાં, નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે કેટલાક શક્તિશાળી રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ધારણ કરીને ધનની કમી દૂર કરી શકાય છે.

Image Source : Amazon

પુખરાજ:
રત્નશાસ્ત્ર અનુસાર દરેક રત્નનો એક શાસક ગ્રહ હોય છે અને એ જ અનુસાર પુખરાજને ગુરુનું રત્ન માનવામાં આવે છે. આ રત્ન પીળો અને તેજસ્વી રંગનો હોય છે. એવું માનવામાં આવે છે કે પુખરાજ પહેરવાથી વ્યક્તિના ધનમાં વધારો થાય છે. રત્નશાસ્ત્ર અનુસાર, પુખરાજ વ્યક્તિના સૂતેલા નસીબને જગાડે છે અને તેની આર્થિક સ્થિતિ મજબૂત બનાવે છે.

Image Source : India Mart

મૂંગા રત્ન:
અગાઉ કહ્યું એમ દરેક રત્નનું પોતાનું એક આગવું મહત્વ હોય છે. મંગળ ગ્રહને મજબૂત કરવા માટે આ મૂંગા રત્ન ધારણ કરવામાં આવે છે. રત્નશાસ્ત્ર અનુસાર આ રત્ન ધારણ કરવાથી તેને પહેરનારને સેના, વહીવટ, રાજનીતિ અને ચિકિત્સા ક્ષેત્રે અપાર સફળતા મળે છે. એટલું જ નહીં તે મંગળ ગ્રહ સંબંધિત દોષોને પણ દૂર કરે છે. જોકે, આ રત્ન ધારણ કરતા પહેલાં જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

Image Source : Amzon

માણેક:
રત્નશાસ્ત્રમાં રૂબી એટલે કે માણેક વિશે પણ ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. માણેક સૂર્ય ગ્રહ માટે હોવાનું કહેવાય છે. સૂર્યને બળવાન બનાવવા માટે પણ માણેક ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. માણેક ધારણ કરવાથી વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે અને એની સાથે સાથે જ તેના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ જોવા મળે છે.

Image Source : News18Hindi

જેડ સ્ટોન:
રત્નશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર બુધ ગ્રહના શુભ પરિણામ માટે જેડ સ્ટોન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો તમારે વેપારમાં પ્રગતિ કરવી હોય તો બુધને મજબૂત કરો અને તેને મજબૂત કરવા માટે જેડ સ્ટોન ધારણ કરો. એવું માનવામાં આવે છે કે જેડ સ્ટોન યોગ્ય રીતે પહેરવાથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળે છે. આટલું જ નહીં તેને પહેરવાથી વ્યક્તિના જીવનમાં પૈસાની કમી નથી વાર્તાતી.

Image Source : Help Astro

ટાઈગર સ્ટોન:
રત્ન શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ટાઇગર સ્ટોન પહેરવાથી વ્યક્તિના જીવનમાં સૂર્ય અને ચંદ્ર એમ બને ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે. રત્નશાસ્ત્ર અનુસાર આ રત્ન ધારણ કરનાર વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. ઉપરાંત, વ્યક્તિને વ્યવસાયમાં આર્થિક મજબૂતી મળે છે. રત્નશાસ્ત્ર અનુસાર, જ્યારે કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર નબળા હોય ત્યારે ટાઇગર સ્ટોન પહેરવાની સલાહ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button