ક્યાં આવેલું છે ભારતનું પ્રવેશદ્વાર? 99 ટકા લોકોને નથી ખબર જવાબ…

ભારત એ વિવિધતમાં એકતાવાળો દેશ છે. આ સિવાય ભારતને ગામડાઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં અનેક રાજ્યો અને આ રાજ્યોમાં ગામડાઓ અને શહેર આવેલા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતનું પ્રવેશદ્વાર ક્યાં આવેલું છે અને તે કયું છે? નહીં ને? ડોન્ટ વરી, ચાલો આજે તમને આ વિશે જણાવીએ, પણ એ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીંની વિવિધતા જ ભારતને દુનિયાના તમામ દેશો કરતાં અલગ પાડે છે. પરંતુ તો પણ તમને એ વાતનો ખ્યાલ નહીં જ હોય કે ભારતનો પ્રવેશદ્વાર કયું છે અને કયા આવેલું છે, બરાબર ને? તો તમારી જાણ માટે કે ભારતનું પ્રવેશદ્વાર છે મુંબઈમાં આવેલું ગેટવે ઓફ ઈન્ડિયા.

જી હા, આમચી મુંબઈનું ગેટવે ઓફ ઈન્ડિયા છે ભારતનું પ્રવેશદ્વાર. મુંબઈની ઓળખ સમાન આ ગેટવે ઓફ ઈન્ડિયાની ડિઝાઈન આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટે તૈયાર કરી હતી અને આ વાસ્તુના બાંધકામમાં હિંદુ અને મુસ્લિમ શૈલીની ઝલક જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્રિટીશરોએ જ્યારે ભારત છોડ્યું ત્યારે ભારત છોડનાર સૌથી છેલ્લી બટાલિયન ગેટવે ઓફ ઈન્ડિયાથી રવાના થઈ હતી અને તેનું નામ સમરસેટ લાઈટ ઈન્ફેન્ટ્રી હતું.

હવે તમને એવો સવાલ થશે કે આખરે ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ દરિયના કિનારે જ કેમ કરવામાં આવ્યું તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. આ સ્મારક ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતું હોય પણ એની સાથે સાથે આ સ્મારકનું નિર્માણ દરિયાઈ માર્ગે ભારત આવતા લોકોના સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે.
ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ બેસાલ્ટના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે અને એની ઉંચાઈ 26 મીટર તેમ જ પહોળાઈ 15 મીટર જેટલી છે. 1911માં ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું અને 1924માં તેનું નિર્માણકાર્ય પૂરું થયું હતું. આજે ભારતનું આ પ્રવેશદ્વાર એક લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે. દરરોજ હજારો લોકો આ ટુરિસ્ટ સ્પોટની મુલાકાત લે છે.
છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો: દર મહિને ₹5,500ની કમાણી કરાવે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…