ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ખોટું બોલનારાને નરકમાં પણ નથી મળતું ચેન, ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ…

Garuda Purana: ગરુડ પુરાણ હિન્દુ ધર્મ ગ્રંથના 18 મહાપુરાણોમાંથી એક છે જેમાં જન્મથી લઈ મૃત્યુ, સ્વર્ગ, નરક, યમલોક, પુનર્જન્મ, અધોગતિ વગેરે અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. જીવનમાં સારા-ખરાબ કામ કરતા હોય તો મૃત્યુ બાદ તેનું ફળ જરૂર મળે છે. આ વાત ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે.

આ પણ વાંચો : Jalaram Jayanti 2024: વીરપુરમાં ઉજવવામાં આવી રહી છે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ, જાણો મહત્વ

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ ખરાબ કર્મ કરનારા લોકોનો આત્મા સીધો નરકમાં જાય છે અને ત્યાં દંડ આપવામાં આવે છે. જેને સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ગરુડ પુરાણમાં મુખ્યત્વે 16 નરક અંગે જણાવાયું છે. આ 16 નરકમાં પાપ અનુસાર સજા પણ મળે છે.

આ પણ વાંચો : શિયાળામાં કયા સમયે કરવું જોઈએ વૉકિંગ? કઈ બાબતોનું રાખશો ધ્યાન…

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે યમદૂત તેના આત્માને યમરાજના દરબારમાં લઈ જાય છે અને ચિત્રગુપ્ત ત્યાં કર્મોનો હિસાબ-કીતાબ કરે છે. કર્મો અનુસાર કેવી સજા આપવી તે નક્કી કરવામાં આવે છે. તેથી જીવન દરમિયાન સારા કર્મો કરવાની સાથે હંમેશા સત્ય બોલવું જોઈએ અને ક્યારેય કોઇનું અહીત ન કરવું જોઈએ.

આ પણ વાંચો : દેવદિવાળીએ વિષ્ણુજી ઉઠશે ચાર મહિનાની નિંદ્રામાંથી અને કરશે આ રાશિઓ પર કૃપા

ખોટું બોલનારાને મળે છે આવી સજા

ખોટું બોલનારા વ્યક્તિ માટે નરકમાં અલગ સજાની જોગવાઈ છે. ખોટું બોલે તમે અનેક વખત બચી જશો પરંતુ એમ બિલકુલ ન વિચારો કે તમે હંમેશા બચી ગયા. કારણકે યમરાજાના દરબારમાં તેનો પૂરો હિસાબ લેવામાં આવશે.

ખોટું બોલનારા લોકો આ નરકમાં જાય છે

યમરાજના દરબારમાં ખોટું બોલનારા લોકોને છોડવામાં આવતા નથી અને દંડ કરવામાં આવે છે. જે લોકો ખોટું બોલે છે તેમને તપ્તકુંભ નરકમાં મોકલવામાં આવે છે. કહેવાય છે કે આ નરકમાં ચારે બાજુ અગ્નિ પ્રગટતી હોય છે અને ગરમ ઘડા હોય છે. જેમાં ગરમ તેલ અને લોખંડનું ચૂર્ણ હોય છે. પાપી આત્માઓને યમદૂત આ ગરમ ઘડામાં નાંખે છે.

નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માન્યતા અને જાણકારી પર આધારિત છે. કોઈપણ માન્યતા, જાણકારીનો અમલ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker