Thailandની ગલીઓમાં બે ‘Gang’ વચ્ચે Gangwar, વીડિયો થયો વાઈરલ…
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ બધું બરાબર છે અને અમે અહીં જે ગેન્ગની વાત કરી રહ્યા છીએ એ છે વાનરોની ગેન્ગ.
સોશિયલ મીડિયા પર બે વાંદરાઓની ગેન્ગ વચ્ચેની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે થાઈલેન્ડમાં વાંદરાઓની સંખ્યા ખૂબ દજ વધી ગઈ છે અને એને કારણે પર્યટકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત તો આ વાંદરાઓ એકદમ હિંસક થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોપબુરી શહેરમાં વાંદરાઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ રહી છે. જ્યારે અધિકારીઓ અરાજકતાને દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @sighyam નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.
લોકો આ વીડિયો જોઈને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર ત્યાંના પ્રાકૃતિત સંસાધન અને પર્યાવરણ ખાતાના પ્રધાન પટરાવત વોંગસુવાને જણાવ્યું હતું કે અહીં વાનરોની નસબંધી કરીને એમને બીજી જગ્યાએ રિલોકેટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે વાંદરા લોકોનું ખાવાનું છીનવી લે છે અને તેમને પરેશાન પણ કરે છે. વર્ષ 2017માં વાંદરાઓની સંખ્યા પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તમામ પ્રયાસો નિષ્ફળ થઈ ગયા હતા.