ગણેશ ચતુર્થી-2025: આજે ભૂલથી પણ ચંદ્રમાને ના જોતા, નહીંતર થશો હેરાન-પરેશાન…. | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

ગણેશ ચતુર્થી-2025: આજે ભૂલથી પણ ચંદ્રમાને ના જોતા, નહીંતર થશો હેરાન-પરેશાન….

આજે દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં બોલીવુડ સેલેબ્સથી લઈને અંબાણી પરિવારે પણ લડકા બાપ્પાનું સ્વાગત કર્યું છે. 27મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો આ ઉત્સવ છઠ્ઠી સપ્ટેમ્બર સુધી આ ઉત્સવ ચાલશે.આ દિવસે લોકો પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરીને તેમની પૂજા અર્ચના કરે છે. જ્યાં સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રમાને પાણીનું અર્ધ્ય આપવાનું મહત્વ છે ત્યાં ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાને જોવાનું વર્જ્ય છે. પરંતુ ઘણી વખત લોકો જાણતા અજાણતામાં ચંદ્ર દર્શન કરી લે છે. જો તમારાથી પણ આવું થઈ જાય તો આજે અમે અહીં કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ જેની મદદથી તમે મોટી મુસીબતમાં ફસાતા બચી જશો. આવો જોઈએ શું છે આ ઉપાય-

શું થાય છે ચંદ્ર દર્શનથી?
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાને જોવાથી વ્યક્તિ પર લાંછન લાગે છે અને ખોટો આળ આવે છે. જો તમે પણ ભૂલથી આ દિવસે ચંદ્ર દર્શન કરી લો છો તો કેટલાક સરળ ઉપાયો છે જેનાથી તમે એના ખરાબ પ્રભાવમાંથી બચી શકો છો.

હિન્દુ માન્યતા અનુસાર ગણેશ ચતુર્થી પર ચંદ્ર દર્શન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. પરિણામે આ દિવસે ચંદ્રમાના દર્શન કરવાથી બચવું જોઈએ. જો ભૂલથી તમે પણ ચંદ્રમા જોઈ લો તો ગભરાવવાના બદલે અહીં જણાવેલા સિમ્પલ ઉપાયો કરીને તેનાથી લાગતા દોષથી બચી શકો છો.

મંત્રજાપ:
જો ભૂલથી પણ તમે ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન કરી લો તો તરત જ “સિંહ: પ્રસેનમનવધીત્સિંહો જાંબવતા હત:, સુકુમારક માર્દિસ્તવ હ્યેશ સ્યમેન્તક:” નો જાપ કરવો જોઈએ.

ગણેશજીની પૂજા:
ગણેશ ચતુર્થી પર જો ભૂલથી ચંદ્ર જોઈ લો તો આ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી છે. આ સિવાય તેમણે ફળ ફુલ અર્પણ કરવા જોઈએ.

દાન:
આ સિવાય તમે ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોઈ લો તો તમારી યથાશક્તિ દાન ધર્મ કરો. ગરીબોને ફળ, ફ્રૂટ, ભોજન, સોના ચાંદીની વસ્તુ ભેટમાં આપવી જોઈએ.

પથ્થર ફેંકવાનો ઉપાય:
ગણેશ ચતુર્થી પર ચંદ્રમા જોઈ લો તો લlગનારા દોષથી બચવા માટે ચંદ્ર સામે પથ્થર ફેંકવાનો પણ એક સૂટકો છે. કહેવાય છે કે એવું કરવાથી દોષ લગતો નથી.

આપણ વાંચો: ગણેશ ચતુર્થી સ્પેશિયલઃ જાપાનમાં પણ ગણપતિ બાપ્પાની ગુંજે છે જયકાર, અલગ નામે અને સ્વરૂપે થાય છે પૂજા…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button