Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત?

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે અને મુંબઈ સહિત દેશભરમાં ભક્તો ધામધૂમથી પોતાના લાડકા બાપ્પાને આવકારવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. હિંદુ માન્યતાઓ અનુસાર શ્રી ભગવાન ગણેશજીનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની ચતુર્થીના બપોરના સમયે થયો હતો ત્યારે ચાલો જાણીએ આ વર્ષે ક્યારે ગણપતિની સ્થાપના કરશો અને ક્યારે તેમની વિદાય થશે આવો જોઈએ વિસ્તારથી…

સનાતન ધર્મમાં ગણેશોત્સવની શરૂઆત ગણેશ ચતુર્થીથી થાય છે અને દસ દિવસ બાદ અનંત ચતુર્દશીને દિવસે જઈને પૂરું થાય છે. આવી પરિસ્થિતિમાં ગણપતિ બાપ્પાની કૃપા મેળવવા માટે ભક્તો ગણેશચતુર્થીના દિવસે પોતાના ઘરે લાવે છે અને વિધિ વિધાનથી પૂજા કરીને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને ભારે હૈયે વિદાય આપે છે.

પૂજા માટે આટલા કલાકનું શુભ મુહૂર્ત

ગણેશ ચતુર્થીના ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બપોરના સમયે કરવી શુભ માનવામાં આવે છે કારણ કે અગાઉ જણાવ્યું એમ ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો. આ વર્ષે 27મી ઓગસ્ટના બુધવારે 11.05 વાગ્યાથી લઈને બપોરે 1.40 મિનિટની વચ્ચે ગણેશજીની પૂજા કરી શકશે. આ વર્ષે ગણેશ પૂજા માટે અઢી કલાકનું મુહૂર્ત છે.

કઈ રીતે કરશો ગણપતિ પૂજા?

હિંદુ માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ભક્તોએ સવારે સ્નાન, ધ્યાન કરીને ગણેશ ચતુર્થીનું વ્રત વિધિ-વિધાનથી કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ત્યાર બાદ ઘરના ઈશાન ખૂણામાં એક ચોકી પર પીળું કપડું પાથરીને ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. ત્યાર બાદ ગણેશજી પર ગંગાજળ છાટીને તેમને સ્નાનન કરાવીને સિંદૂરનું તિલક લગાવીને વિધિ-વિધાનથી પૂજા કરશો.

ગણેશ ચતુર્થીની પૂજામાં ગણપતિને પ્રિય એવા દુર્વા, નૈવેદ્ય, મોતીચૂરનો લાડુ, મોદક, નારિયેળ, શેરડી વગેરે અર્પણ કરો. ત્યાર બાદ ગણેશ ચાલીસા, ગણપતિ અથર્વશીર્ષનું પાઠ કરવું જોઈએ. પૂજાના અંતમાં ઘંટ, ઘડિયા, શંખ, મંજીરા વગેરે સાથે તેમની આરતી કરવી જોઈએ. ગણેશ ચતુર્થીના દિવસે સાંજે પણ આ જ ક્રમમાં ફરીથી વિધિવિધાનથી ગણપતિની પૂજા કરવી જોઈએ. કોઈ બ્રાહ્મણ કે પૂજાની ભોજન-પ્રસાન કરાવ્યા બાદ એ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ.

ક્યારે છે ગણેશ વિસર્જન?

10 દિવસ સુધી ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ તેમને વિદાય આપવાનો સમય આવે છે ત્યારે એ દિવસ પણ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે બેસ્ટ ટાઈમ હોય છે. ભક્તો શુભ મુહૂર્તમાં જ બાપ્પાને વાજતે ગાજતે વિદાય આપે છે. આ વર્ષે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગણેશજીનું વિસર્જન થશે.

આ પણ વાંચો…છ યોગનો મહાસંયોગ થશે ગણેશ ચતુર્થી પરઃ આ બે રાશિના જાતકો પર થશે દુંદાળાદેવની કૃપા

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button