સ્પેશિયલ ફિચર્સ

મહિનાના અંતમાં બની રહ્યો છે ગજકેસરી યોગ, ત્રણ રાશિના લોકોને થશે પુષ્કળ લાભ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને સૌથી તેજ ગતિએ ચાલનારો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને ચંદ્ર એક રાશિમાં લગભગ માત્ર અઢી દિવસ જ રહે છે. આવી પરિસ્થિતિમાં જયારે જયારે ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થાય છે અને આ યુતિ થતાની સાથે જ શુભ અથવા અશુભ યોગનું નિર્માણ થાય છે. આવો જ એક યોગ આ મહિનાના અંતમાં સર્જાઈ રહ્યો છે જેના વિશે આપણે વાત કરીશું.

ટૂંક સમયમાં જ ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ રાશિમાં પહેલાથી જ દેવતાઓના ગુરૂ તરીકે ઓળખાતા ગુરૂ વિરાજમાન છે. ચંદ્ર અને ગુરૂ એમ બંને ગ્રહોની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ ખુબ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ગજકેસરી યોગના નિર્માણથી કઈ રાશિઓને લાભ થશે.


એક જાણીતા જ્યોતિષી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચંદ્ર 28મી ઓક્ટોબર, 2023 શનિવારે સવારે 7.31 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિમાં 30મી ઓક્ટોબરના સવારે 10. 28 કલાક સુધી રહેશે. જેને કારણે મેષ રાશિમાં 30મી ઓક્ટોબર સુધી ગજકેસરી યોગની અસર જોવા મળશે.


અત્રે ઉલ્લેખનીય છે કે મેષ રાશિમાં રાહુ પણ બિરાજમાન છે અને રાહુ 30મી ઓક્ટોબરના રોજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. દરમિયાન આ ગજકેસરી યોગને કારણે અમુક રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે, તો ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ રાશિઓ-


મેષઃ મેષ રાશિમાં જ ચંદ્ર અને ગુરુની યુતિ થવાને કારણે આ ગજકેસરી રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. પરિણામે આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં કોઈ કામ આ વર્ષે ફરી શરુ થઇ શકે છે અને એની સાથે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે, બચત પણ કરી શકો છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઇ શકે છે અને ઉચ્ચ અધિકારી પ્રસન્ન થઇ તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. બિઝનેસ કરતાં લોકોને પણ આ સમયગાળામાં પુષ્કળ લાભ થતો દેખાઈ રહ્યો છે.


વૃશ્ચિક: આ રાશિ જાતકો માટે પણ ગજકેસરી યોગ કિસ્મતના દરવાજા ખોલી રહ્યો છે. સુખ સૌભગ્યમાં વૃદ્ધિ થાય. પરિવાર સાથે આનંદમાં સારો સમય પસાર કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક ક્ષેત્રે સફળતા મળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ ખુશી આવી શકે છે. કારકિર્દીમાં લાભ મળવાના યોગ છે.


કર્ક: કર્ક રાશિના લોકો માટે આ ગજકેસરી રાજયોગ લાભકારી સાબિત થવા જઈ રહ્યો છે. આ રાશિમાં ગુરૂ 10મા ભાવમાં પહેલાંથી જ બિરાજમાન છે. એવામાં આ રાશિના જાતકોની પરીસ્થિતિમાં ખુબ જ સારો સાબિત થવા થઇ રહ્યો છે. આર્થિક સ્થિતિમાં પણ મજબૂત થઇ શકે છે. પરિવારમાં સુખ સુવિધામાં વધારો થઇ રહ્યો છે. કોર્ટ કચેરીના કામમાં પણ આ સમયગાળા દરમિયાન તમને સફળતા મળી શકે છે. વેપારમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે અને તેમાં તમને સફળતા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button