Gajkesari Yog: બે દિવસ બાદ શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, શરૂ થશે Goody Goody Time…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવા જઈ રહ્યું છે કારણ કે આ જ વર્ષ દરમિયાન અનેક મહત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે અમે અહીં તમને આવા જ એક યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોગ બે દિવસ બાદ એટલે કે 29મી જુલાઈના રચાઈ રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યો છે.
29મી જુલાઈના દિવસે ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ રાશિમાં ગુરુ પહેલાંથી બિરાજમાન છે. આવી પરિસ્થિતિમાં વૃષભમાં ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે.
હિંદુ પંચાગ અનુસાર આ દિવસે કૃતિકા નક્ષત્રની સાથે ગજકેસરી યોગ બની રહ્યો છે આ સાથે સાથે જ એ દિવસે ત્રિગ્રહી યોગ પણ બની રહ્યો છે જેને કારણે 29મી જુલાઈનો દિવસ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ આ બંને યોગથી કઈ કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી રહ્યું છે-

મેષ રાશિના જાતકો માટે ગજકેસરી અને ત્રિગ્રહી યોગ શુકનિયાળ સાબિત થઈ રહ્યા છે. આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળી રહી છે. ભોળાનાથની કૃપાથી લાંબા સમયથી ચાલી આવેલી સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે. કામના સ્થળે કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થઈ રહી છે.

આ રાશિના જાતકો માટે પણ બંને યોગ શુભ પરિણામો લઈને આવી રહ્યા છે. આ રાશિના જાતકોને પણ અપરંપાર લાભ થઈ રહ્યો છે. પરિવારમાં જો લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે સમાપ્ત થઈ રહી છે. કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને નવી નવી ઓપર્ચ્યુનિટી મળી રહી છે. વેપારમાં પણ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. પ્રોપર્ટી, જ્વેલરી કે વાહન વગેરે ખરીદી શકો છો.

મકર રાશિના જાતકો માટે ગજકેસરી અને ત્રિગ્રહી યોગ લાભદાયી રહેશે. આ સમયે તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. અધ્યાત્મ અને ધર્મમાં તમારી રૂચિ વધી રહી છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો. પાર્ટનર સાથે કોઈ તીર્થયાત્રા પર જવાનો પ્લાન કરશો. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે.