ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ
રમુજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર
કોલેજિયનો જુદાજુદા ડે કેમ ઉજવે છે?
- ભણવાના ડે ઓછા હોય છે એટલે… કાળા અક્ષર ભેંસ બરાબર હોય તો ગાય માટે શું?
- સફેદ કોરો કાગળ… સુંદર બનવા શું કરું?
- પૈસા હોય તો પાર્લરમાં જાવ ને ન હોય તો મનથી હકારાત્મક વિચારો… પ્રેમની મૌસમ ક્યારે આવે?
- ડાર્લિંગનો ફોન આવે ત્યારે…માશૂકા મેસેજ કરે ત્યારે…. અને પ્રિયતમા રૂબરૂ આવે ત્યારે… રાધાના રંગે કૃષ્ણ રંગાયા હતા એમ મારે પણ રંગાવું છે
- પહેલાં રંગાય કે રંગી જાય એવી રાધા શોધો… લગ્નની જેમ છૂટાછેડાની કંકોત્રી કેમ નથી હોતી?
- કોઈ ચાંલ્લો/ગિફ્ટ મોકલે નહીં એટલે કંકોત્રીનો ખોટો ખર્ચ કરવો નકામો… બે હજારની નોટ ચલણમાં નથી, છતાંય
ખાનગીમાં કેમ હેરાફેરી થાય છે?
Also read: ઔર યે મૌસમ હંસીં… : ઠંડે ઠંડે પાનીસે નહાના ચાહીએ કે નહીં?
- ખુલ્લંખુલ્લાં વ્યવહાર કરે તો ઘણાં ખાનગી વ્યવહાર ખુલ્લાં પડી જાય… ગુજરાતમાં કયાં સુધી ખાડા પડતાં રહેશે?
- રસ્તા હશે ને વરસાદ પડશે ત્યાં સુધી… હવે સ્કૂલોની બહાર બચ્ચાની મમ્માઓ મીટિંગ કરે છે.
- તો પપ્પાને પાર્કિગ લોટમાં મોકલી દો… પરચૂરણનું મૂલ્ય કેટલું?
- પરચૂરણ જેટલું… હવે લોકો દિલ માટે પણ ડીલ કરે છે. ડીલ વિધાઉટ બિલ… મફતમાં શું મળે?
- દુનિયાભરની સલાહ ને સૂચન… ભગવાન રામ અત્યારે હયાત હોત તો?
- એ પણ ‘રામ રામ’ કરતાં હોત.
Taboola Feed