રેસ્ટોરાં, હોટેલના ફૂડમાં છે ગડબડ? FSSAIએ લીધું મહત્ત્વનું પગલું, એક ક્લિક પર જાણી લો…

સામાન્યપણે જ્યારે પણ આપણે હોટેલમાં કે રેસ્ટોરાંમાં જઈએ છીએ ત્યારે ત્યાં સાફ-સફાઈ કે ખાવા-પીવાની વસ્તુમાં ગડબડ જોવા મળે છે. હવે આ જોઈને તમે ફરિયાદ કરવાનું નક્કી કરો છો પણ તમને પછી થાય છે કે આખરે આની ફરિયાદ ક્યાં અને કોને કરવી? જો તમને પણ આવી આ સવાલ સતાવી રહ્યો હોય તો આ આ સ્ટોરી તમારે ચોક્કસ જ વાંચવી જોઈએ, કારણ કે હવે હોટેલ કે રેસ્ટોરાંની ફરિયાદ કરવી તમારા માટે હવે એ સરળ બનશે. આવો જોઈએ કઈ રીતે-
મળતી માહિતી પ્રમાણે ફૂડ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ એટલે કે રેસ્ટોરાં, ઢાબા, કેફે અને ફૂડ આઉટલેટ્સને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના એફએસએસએઆઈ લાઈસન્સ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને ગ્રાહકોને દેખાય એ રીતે લગાવવી પડશે.
આપણ વાંચો: અંબાજી મંદિરને મળ્યું ‘ઈટ રાઈટ પ્રસાદ’ સર્ટિફિકેટ: મોહનથાળની ગુણવત્તા પર મહોર…
આ ઉપરાંત એફએસએસએઆઈ દ્વારા તમામ હોટેલ, દુકાનને ફૂડ સેફ્ટી કનેક્ટ મોબાઈલ એપનો ક્યુઆર કોડ લગાવવાનો આદેશ પણ આપ્યો છે. ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ એપના ક્યુઆર કોડને એન્ટ્રી ગેટ, બિલિંગ કાઉન્ટર કે પછી બેસવાની જગ્યાએ લગાવવામાં આવે છે, જેથી ગ્રાહકોને તે સરળતાથી દેખાય.
એફએસએસએઆઈનું એવું માનવું છે કે આ નિર્ણય ગ્રાહકોને સશક્ત બનાવવા, ખાવાની ગુણવત્તા અને સાફ-સફાઈની ખાતરી કરવા માટે લેવાની દિશામાં એક મહત્ત્વનું પગલું સાબિત થશે. આને પગલાંને કારણે ગ્રાહકોને ખરાબ ખાવાનું અને ભ્રામક દાવા કરનારા પ્રોડક્ટની ફરિયાદ સીધું મોબાઈલ એપની મદદથી કરવાનો વિકલ્પ મળશે.
આપણ વાંચો: તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમનો આદેશ: ” SIT કરશે સ્વતંત્ર તપાસ: કરોડો લોકોની આસ્થાનો મુદ્દો”
ઓથોરિટી દ્વારા વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ આદેશ 2011ના લાઈસન્સ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસના નિયમ હેઠળ લાઈસન્સની શરત નંબર-1 અનુસાર છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ અને રેસ્ટોરાંની વેબસાઈટ પર પણ આ ક્યુઆર કોડની એપ ડાઉનલોડ કરવાની લિંક લખવી ફરજિયાત છે.
ટૂંકમાં કહીએ તો હવે એફએસએસએઆઈના આ પગલાંથી ગ્રાહકોને તેમને પડેલી અસુવિધા કે તકલીફની ફરિયાદ કરવાનું ખૂબ જ સરળ બનશે. જો તમારી સાથે પણ આવું બને તો હવે તમે ખૂબ જ સરળતાથી તેની ફરિયાદ સીધી એફએસએસએઆઈ પાસે કરી શકો છો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.