રોજ રાતે દીપડાઓના પરિવાર વચ્ચે ઊંઘે છે આ ફોરેસ્ટ ગાર્ડ, વીડિયો જોઈલો…
આજનો સમય સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. પરંતુ આ બધા વાઈલ્ડ લાઈફ અને એમાં પણ ખાસ કરીને બિગ કેટ્સ એટલે કે વાઘ, સિંહ, ચિત્તા, દીપડાના વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થતા હોય છે. પરંતુ આજે અમે અહીં જે વીડિયોની વાત કરી રહ્યા છીએ એ જોઈને તો ભલભલાના હાજા ગગડી જશે. આ વીડિયોમાં જંગલી પ્રાણીઓ અને માનવ વચ્ચેના સંબંધની એક સુંદર ઝલક જોવા મળી રહી છે. આવો જોઈએ આખરે શું છે આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોને જોઈને તમારું માથું ચકરાઈ જશે. વીડિયોમાં જોવા મળે છે કે જ્યાં દીપડા જેવા જંગલી અને ખુંખાર પ્રાણીઓથી આપણે દૂર રહેવાનું પસંદ કર્યું છે ત્યાં આ વીડિયોમાં જંગલનો ગાર્ડ દીપડાને ગળે લગાવીને ઉંઘે છે. એટલું જ નહીં તે આ દીપડાઓનો ઉછેર પોતાના સંતાનની જેમ કરે છે. જંગલમાં રહેલા દીપડા પણ ગાર્ડને ખૂબ જ પ્રેમ કર છે અને એને નુકસાન નથી પહોંચાડતા.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે દીપડાનો એક પરિવાર આ ગાર્ડ સાથે સૂવા માટે આવે છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટનામાં દીપડા ગાર્ડની એકદમ બાજુમાં જઈને આરામથી ઉંઘતા જોવા મળી રહ્યા છે. ગાર્ડને કે દીપડાબંનેમાંથી કોઈને એકબીજાની હાજરીથી બિલકુલ ફરક નથી પડી રહ્યો છે.
આ પણ વાંચો: ગામમાં આવીને દીપડાએ કર્યું કંઇક એવું કે ગ્રામજનો થયા ભયભીત
આ વીડિયોને briefintel નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને તે અત્યાર સુધીમાં 56.7 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ પ્રકારની ઊંઘ તો હું પણ મારા જીવનમાં ચાહું છું.
બીજા એક યુઝરે લખ્યું છે ભાઈનું યમરાજ સાથે ઉઠવાનું બેસવાનું છે કે પછી તે આ પોતાના જીવનથી કંટાળી ચૂક્યો છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે તે જંગલી જાનવર છે અને એમના પર ભરોસો કરવો એટલે પોતાની જાનને જોખમમાં મૂકવાની વાત છે.
તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યાર જ જોઈ લો-