ફોરેન ટ્રીપ પર જવું છે? બજેટ છે તંગ? અહીં ફરવાનો પ્લાન બનાવો સસ્તામાં સેટ થઈ જશે…
આપણામાંથી ઘણા લોકોને ફરવા જવાનું ખૂબ જ ગમે છે અને ફોરેન ટ્રીપ તો આપણામાંથી ઘણા લોકોનું સપનું હશે. ક્યારેક બજેટના નામે તો ક્યારેક રજાના અભાવે ફોરેન ટ્રીપનો પ્લાન ચોપટ થઈ જાય છે. પરંતુ આજે અમે અહીં તમને એક એવી કન્ટ્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં જઈને તમારું ફોરેન ટ્રીમનું સપનું તો સાકાર થઈ જ જશે અને એની સાથે સાથે જ તમારું બજેટ પણ સચવાઈ જશે. ચાલો જોઈએ કયો છે આ દેશ…
અમે અહીં તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમે ખૂબ જ ઓછા સમયમાં ફરી શકો છો અને તમારી ટ્રીપ પણ એકદમ યાદગાર બની જશે. અમે જે દેશની વાત કરી રહ્યા છીએ એ દેશ છે વિયેટનામ. વિયેટનામની સુંદરતા અને ફરવાની વાત કરીએ પણ એ પહેલાં ત્યાંની કરન્સી વિશે વાત કરીએ. વિયેટનામની કરન્સી સામે ભારતીય રૂપિયો ખૂબ જ મજબૂત છે. ભારતના એક રૂપિયો વિયેટનામના આશરે 293 વિયેટનામી ડોંગ સમાન છે. ટૂંકમાં ભારતના 100 રૂપિયા વિયેટનામમાં 29,300 રૂપિયા બની જાય છે. આ જ કારણે વિયેટનામ ફોરેન ફરવા જનારાઓ માટે સ્વર્ગ સમાન છે.
હવે વાત કરીએ અહીંના ફરવાલાયક સ્થળ વિશે. વિયેટનામમાં ફરવા માટે અનેક સુંદર જગ્યાઓ આવેલી છે. અહીં તમે ઓછા પૈસામાં એકથી ચઢિયાતી એક જગ્યાઓ જોઈ શકો છો. મોટી સંખ્યામાં ભારતીય ટુરિસ્ટ વિયેટનામ ફરવા માટે આવે છે. અહીં ફરવા માટે તમારે વિઝાની જરૂર પડશે. વિયેટનામની સુંદરતાની સાથે સાથે બજેટ ટૂર પણ ટૂરિસ્ટમાં તેની લોકપ્રિયતા વધવાનું મુખ્ય કારણ છે.
તમે પણ જો સસ્તી સુખડીને સિદ્ધપુરની જાત્રા કરવાનો વિચાર હોય તો એક વખત ચોક્કસ જ આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ…