એક ક્લિકથી ઘરે જ ફૂડ ડિલિવરી મંગાવતા પહેલા જાણી તો લો તમને કેટલું મોંઘુ પડે છે? | મુંબઈ સમાચાર

એક ક્લિકથી ઘરે જ ફૂડ ડિલિવરી મંગાવતા પહેલા જાણી તો લો તમને કેટલું મોંઘુ પડે છે?

કોઈ અગમ્ય કારણસર તમારે ઘરે ફૂડ ડિલિવરી ઓર્ડર કરવી પડે અને તમે મોબાઈલ પર કોઈ ઓનલાઈન પોર્ટલ પર ક્લિક કરો તો ઠીક છે, પણ મન પડે ત્યારે બહાર જવાના આળસે જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી નાખતા હો તો તમારે ખરેખર વિચારવા જેવું છે. કેમકે તમને તો લાગે છે કે માત્ર એક ક્લિકથી તમને ઘરે ગરમાગરમ ફૂડ મળી જાય છે, પરંતુ હકીકતમાં તમારા ખિસ્સા કેટલા ઠંડા થઈ રહ્યા છે તેનો અંદાજો તમને નથી.

અમદાવાદની આઠ રેસ્ટોરાંનો સર્વે કર્યા બાદ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જે તારણો બહાર પાડવામાં આવ્યા છે, તે કહે છે કે ઘરે મંગાવાતી ફૂડ ડિલિવરી તમારી પાસેથી 58 ટકા સુધી વધારે કિંમત વસૂલી રહી છે. એટલે કે તમે જે રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરો છો, તે ત્યાં જઈને ખાવા કરતા ઘરે મંગાવવાથી તમારા ખિસ્સા પર 50 ટકા વધુ બોજ પાડે છે.
માનો કે તમે કોઈ જાણીતી રેસ્ટોરાંમાંથી પનીર પરાઠાં ઓર્ડર કરો છો તો તે તમને રૂ. 300માં પડશે જે રેસ્ટોરાંમાં ખાવાના ભાવ માત્ર રૂ. 190 છે. રૂ. 10થી માંડી રૂ. 100 સુધી વધારે નાણા વસૂલવામાં આવે છે. વળી આ માત્ર જે તે વસ્તુના ચાર્જ છે. ફાયનલ બિલમાં પ્લેફોર્મ ડિલિવરી ફી, ટેક્સ પણ હોય છે.

ડિલિવરી પ્લેટફોર્મની ફી રેસ્ટોરાં ગ્રાહકો પર નાખી દે અને તે માટે વધારે ભાવ વસૂલી લે છે. જે ગ્રાહકોનું શોષણ છે. જો તમે રેસ્ટોરાંમાં જાવ તો તમને એક સારું એમ્બિયન્સ, વેઈટર સર્વિસ વગેરે મળે છે. તમને ભાવે ન ભાવે, ગરમ-ઠડું હોય તો તમે કહી પણ શકો છો. ઘરે એકવાર ડિલિવરી કર્યા બાદ રેસ્ટોરાંએ કંઈ ગ્રાહકને આપવાનું નથી ત્યારે ગ્રાહક પાસેથી આ રીતે નાણા ઉઘરાવવા યોગ્ય નથી, તેમ ગ્રાહક હીતો માટે કામ કરતા લોકોનું કહેવાનું છે.

આપણ વાંચો:  વજન ઘટાડવા માટેનો પરફેક્ટ બ્રેકફાસ્ટ: આ 5 નાસ્તા છે બેસ્ટ!

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button