નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, ઇન્સ્ટાગ્રામ પર કોના છે સૌથી વધારે ફોલોઅર્સ?

નવી દિલ્હી: આજના સમયમાં પોતાના વિચારોને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક સારું માધ્યમ છે. તેથી નેતાઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પણ જોવા મળે છે. બંને ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે.
કયા નેતાના ફોલોઅર્સ વધારે?
નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે. જ્યારે રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા છે. જ્યારે કોઈ રાજનીતિની ચર્ચા થાય છે, ત્યારે બંનેની તુલના અવારનવાર થતી રહે છે. નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર narendramodi નામનું આઈડી ધરાવે છે. જ્યારે રાહુલ ગાંધી rahulgandhi નામનું આઈડી ધરાવે છે. બંને નેતાઓનો એક આગવો ચાહક વર્ગ છે. ત્યારે એવો સવાલ થાય કે, બંને નેતાઓ પૈકી કોના ફોલોઅર્સ વધારે છે?
નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોમાં પ્રવાસ કરે છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ તેઓ લોકપ્રિય છે. તેઓને ઇન્સ્ટાગ્રામ પર 96.4 મિલિયન લોકો ફોલો કરે છે. સોશિયલ મીડિયાના આધારે જોવા જઈએ તો નરેન્દ્ર મોદીની સરખામણીમાં રાહુલ ગાંધીના ફોલોઅર્સ ઘણા ઓછા છે.
એક્સ પર રાહુલ ગાંધી પાછળ
રાહુલ ગાંધીને ઇન્સ્ટાગ્રામ પર 11.4 મિલિયન લોકો ફોલો કરે છે. ઇનસ્ટાગ્રામ સિવાય એક્સની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી 108.9 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે રાહુલ ગાંધી એક્સ પર 28.1 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. આમ, સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતા ઘણા પાછળ છે.