પંખા પર જામી ગયેલા ધૂળ હટાવવા કરજો આ 3 ઉપાય: પંખાની બ્લેડ થઈ જશે ચકાચક…

Diwali Fan cleaning tips: તહેવારોની સિઝનમાં ઘરની સફાઈ સૌથી મોટો પડકાર હોય છે, અને તેમાં પણ પંખાની બ્લેડ પર જામેલી ધૂળ સાફ કરવી કંટાળાજનક લાગે છે. જો ગંદા પંખાને સાફ ન કરવામાં આવે તો તે રૂમનો દેખાવ બગાડી શકે છે. આ દિવાળીએ તમારા પંખાને એકદમ નવા જેવા ચમકાવવા માટે અહીં ૩ સરળ અને અસરકારક રીતો આપવામાં આવી છે.
બેકિંગ સોડા અને લીંબુ તમારો પંખો ચમકાવશે
સૌ પ્રથમ, એક જૂનું ઓશીકાનું કવર (Pillow Cover) લો. આ કવરને પંખાની બ્લેડ પર ચઢાવી દો. પછી, કવરને પંખાની બ્લેડ પર ધીમે ધીમે સ્લાઇડ કરો. બ્લેડ પર જમા થયેલી બધી ધૂળ કવરની અંદર એકઠી થઈ જશે, અને રૂમમાં ધૂળ ફેલાશે નહીં. જો ધૂળનો થર જાડો હોય, તો તમે ફરીથી આ પ્રક્રિયા કરી શકો છે. આ સૌથી સરળ અને અસરકારક હેક છે, જે ધૂળને રૂમમાં ફેલાતી અટકાવશે.
જો તમે પંખાને સાફ કરવાની સાથે સાથે તેની નવી ચમક પાછી લાવવા માંગો છો, તો તમારે એક ઘરેલું દ્રાવણ તૈયાર કરવું પડશે. જેની સામગ્રી પણ તમને રસોડામાંથી મળી જશે. એક બાઉલમાં થોડું ડિટર્જન્ટ (વાસણ ધોવાનું કે કપડા ધોવાનું) લો, તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરો. આ ઘટકોને સારી રીતે મિક્સ કરીને દ્રાવણ તૈયાર કરો. એક કાપડને તેમાં પલાળીને સારી રીતે નીચોવી લો. આ ભીના કપડાથી પંખાની બ્લેડને સ્ક્રબ કરો. આ મિશ્રણ ધૂળની સાથે ચીકાશ પણ દૂર કરશે અને પંખાની બ્લેડને નવી જેવી ચમક આપશે.
ડસ્ટ ક્લીનર્સનો ઉપયોગ પંખાને ચમકાવશે
જો તમે રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માંગતા હો, તો બજારમાં સરળતાથી ઉપલબ્ધ ડસ્ટ ક્લીનર્સ (Dust Cleaners)નો ઉપયોગ કરી શકાય છે. પંખાની બ્લેડ મોટી હોવાથી, મોટા કદના ડસ્ટ ક્લીનર્સ અથવા માઇક્રોફાઇબર મોપ્સનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ રહેશે, જે એક જ વારમાં ધૂળના મોટા ભાગને દૂર કરી શકે. આ સરળ પદ્ધતિઓ અપનાવીને તમે આ દિવાળીમાં તમારા પંખાને સરળતાથી ચમકાવી શકો છો.