સ્પેશિયલ ફિચર્સ

મુંબઈની Taj Mahal Hotelમાં એક રાત રોકાવવાનું ભાડું સાંભળશો તો…

મુંબઈની વાત કરીએ તો સૌથી પહેલાં આંખોની સામે આવે મરીન ડ્રાઈવનો સુંદર કિનારો, સીએસએમટીની સુંદર ઈમારત, ગેટવે ઓફ ઈન્ડિયા અને એની સામેની સુંદર મજાની આવેલી તાજમહેલ હોટેલ.

મુંબઈના દરિયા કિનારે આવેલી તાજમહેલ હોટેલમાં એક રાત રોકાવવાની, ચા-નાસ્તો કરવાની કે જમવાની ઈચ્છા તો દરેકને હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તાજ હોટેલમાં એક રૂમ બુક કરાવવા માટે કેટલો ખર્ચ આવે છે? ચાલો આજે એ વિશે જણાવીએ-

મુંબઈમાં આવેલી આ વર્લ્ડ ફેમસ હોટેલ તાજમાં એક રાત રોકાવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે એની તો હોટેલની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમને એક રાત રોકાવવા માટે આશરે 20,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

આપણ વાંચો: આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી

જોકે, અલગ અલગ તારીખો પર હોટેલના રૂમના ભાવમાં ચઢાવ-ઉતાર જોવા મળે છે. આ સિવાય જ્યારે પણ તમે કોઈ રૂમ બુક કરશો તો એની પર તમને ટેક્સ વગેરે ચૂકવવો પડશે અને આ રેટ 22 હજારથી 23 હજાર સુધી પહોંચી જાય છે.

આ સિવાય અહીં અલગ અલગ પ્રકારના રૂમ અવેલેબલ છે જેના ભાવ પણ અલગ અલગ હોય છે. વાત કરીએ હોટેલના સૌથી ગ્રાન્ડ અને સી વ્યુવાળા લક્ઝુરિયસ રૂમના રેન્ટની તો તેનો ભાવ સાંભળીને તો તમારી આંખો પહોળી થઈ જાય છે.

આ સૂટમાં એક રાત રોકાવવા માટે 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે અને ટેક્સ વગેરે ઉમેરીએ તો આ રકમ 2.33 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.

આપણ વાંચો: જ્યારે Ratan Tataએ કહ્યું કે જોઈએ તો આખી Taj Hotel ઉડાવી દો પણ…

અહીંયા તમારી જાણ માટે કે તાજ મહેલ હોટેલ 16મી ડિસેમ્બર, 1903માં શરૂ કરવામાં આવી હતી અને તેને ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી નુસરવાનજી ટાટાએ બનાવી હતી. તાજ મહેલ હોટેલમાં એક રૂમમાં રોકાવવાનો ખર્ચમાં તો કોઈના એક મહિનાનો ઘરનો ખર્ચો ચાલી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button