હેવી વર્કઆઉટ કે ડાયેટ વગર વજન કેવી રીતે ઘટે? આ ઇન્ફ્લુએન્સર પાસેથી જાણો | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

હેવી વર્કઆઉટ કે ડાયેટ વગર વજન કેવી રીતે ઘટે? આ ઇન્ફ્લુએન્સર પાસેથી જાણો

Snigdha Barua Weight Loss Tips: આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે. ઘણા લોકો નિયત સમયે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર કરી શકતા નથી. પરિણામે તેની આડઅસર શરીર પર પડે છે. જેમાં વજનનું વધવું એ મુખ્ય આડઅસર છે. આજના સમયમાં ઘણા લોકો અને ખાસ કરીને યુવાનો ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. જેથી તેઓનું વજન ઝડપથી વધે છે.

પરિણામે શરીર એટલું બેડોળ થઈ જાય છે કે, તેને જોતા લાગે છે કે, આટલું બધું વજન હવે ઘટાડી શકાશે નહી. જો તમારું વજન પણ વધી ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે પણ તમારા શરીર પર જામી ગયેલી વધારાની ચરબીને સરળતાથી ઓગાળી શકો છો. તાજેતરમાં કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલનાર ઇન્ફ્લુએન્સર સ્નિગ્ધા બરુઆએ 9 મહિનામાં 35 કિલો વજન ઘટાડ્યું છે. ઇન્ફ્લુએન્સર સ્નિગ્ધા બરુઆએ વજન ઘટાડવાની સરળ ત્રણ ટિપ્સ ઇન્સટાગ્રામ પર શેર કરી છે. આવો તેની સરળ ફિટનેસ ટિપ્સ જાણીએ.

વજન ઘટાડવું એ કોઈ રોકેટ સાયન્સ નથી

સ્નિગ્ધા બરુઆએ વજન ઘટાડવા માટે કોઈ સ્ટ્રીક્ટ ડાયેટ કે ભારે ભરખમ વર્કઆઉટ કર્યું નથી. તેણે સરળ કહીં શકાય એવી 3 ટિપ્સથી પોતાની કાયાપલટ કરી નાખી છે. પોતાની આ વેઇટ લોસ ટિપ્સ અંગે સ્નિગ્ધા બરુઆએ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કરીને માહિતી આપી છે. સ્નિગ્ધા બરુઆએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું કે, જો તમે વજન ઘટાડવા માટે પ્રયાસો કરી રહ્યા છો, તો તમે સાચો વિડિઓ શોધી કાઢ્યો છે. વજન ઘટાડવું એ કોઈ રોકેટ સાયન્સ નથી, તે ફક્ત તમારા શરીરને યોગ્ય રીતે સમજવા વિશે છે. વીડિયોમાં સ્નિગ્ધા બરુઆએ વજન ઘટાડવાની સાવ સરળ ત્રણ ટિપ્સ જણાવી છે.

સ્નિગ્ધા બરુઆએ જણાવ્યું કે, વજન ઘટાડવા માટે અટપટી કસરત કે વર્ક આઉટ કરવાની જરૂર નથી. તમારે સરળ રૂટિન ફોલો કરવું જોઈએ. તમારે સ્ટ્રેંથ ટ્રેનિંગ કરવી જોઈએ. સાથોસાથ દરરોજ 21,000 પગલા ચાલવું જોઈએ. શરૂઆતમાં કોઈપણ વ્યક્તિ 21,000 પગલા ચાલી શકતું નથી. તેથી તમારે 5000, 7000, 10000, 11000 એમ કરીને ધીરેધીરે દિવસમાં 21000 પગલા જેટલું વોલ્કિંગ થાય એવો પ્રયત્ન કરવાનો છે.

વજન ઘટાડવા માટે સારી ઊંઘ લેવાની જરૂર

વજન ઘટાડવા માટે ઘણા લોકો કાર્બ્સ ખાવાનું ટાળે છે. પરંતુ આ હેલ્થી ડાયડનો મહત્ત્વનો ભાગ છે. તમારા શરીરને કાર્બ્સની જરૂર હોય છે. મેં ક્યારેય કાર્બ્સ ખાવાનું બંધ કર્યું નથી. તમારે પર કોઈ કીટો ડાયટ કે કાર્બ કટ કરવાની જરૂર નથી. ફક્ત કાર્બ્સના સેવનની માત્રા નક્કી કરવાની તથા કેલરી ટ્રેકિંગ કરવાની જરૂર છે. જેટલી કેલરીનો ખોરાક તમે ખાઈ રહ્યા છો, તેટલી કેલરીને તમારે બાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ઉપરોક્ત ઉપાયો સિવાય વજન ઘટાડવા માટે સારી ઊંઘ લેવાની જરૂર છે. તમે ગમે તેટલો હેલ્ધી ખોરાક જમો કે વર્કઆઉટ કરો પરંતુ જો તમે પૂરતી ઊંઘ ન લેતા હોવ તો બધું નકામું છે. તમારે હંમેશા જલ્દી સૂઈ જવું જોઈએ અને ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button