સ્પેશિયલ ફિચર્સ

કાલે થશે 2025નું પહેલું સૂર્ય ગ્રહણ! શું ભારતમાં સૂતક કાળ લાગશે? વાંચો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર…

Surya Grahan 2025: સૂર્ય ગ્રહણ હોય છે કે, ચંદ્ર ગ્રહણ મૂળ તો તે સૌરમંડળની એક ખગોળીય ઘટના છે. પરંતુ ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં તે ઘણી વાર લોકો માટે ફાયદાકારક હોય છે તો ઘણી વાર નુકસાનકારક! જ્યોતિષ પ્રમાણે તેની અસર લાંબા સમય સુધી પણ રહેતી હોય છે. આગામી 29 માર્ચે આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આવતી કાલનું સૂર્ય ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. તો ચાલો તમને જાણાવીએ કાલે થનારા સૂર્ય ગ્રહણની સંપૂર્ણ માહિતી…

સૂર્ય ગ્રહણ ક્યા ક્યા જોવા મળશે?

આ વર્ષનું એટલે 2025નું પહેલુ સૂર્ય ગ્રહણ છે જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અમાસ તિથિએ એટલે કે આવતીકાલે, 29 માર્ચે થશે. આ સૂર્યગ્રહણ આંશિક હશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, આંશિક ઉત્તર અમેરિકા, ઉત્તર એશિયા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, યુરોપ, ઉત્તર ધ્રુવ, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે વાત કરવામાંઆ આવે તો, આવતીકાલે એટલે કે 29 માર્ચે થનારું સૂર્યગ્રહણ બપોરે 2:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:14 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 મિનિટનો રહેશે.

આ પણ વાંચો: બેંકનું કામકાજ હોય તો અત્યારે જ પતાવી લો, એપ્રિલ મહિનાની રાહ જોશો તો…

સૂર્ય ગ્રહણ કોને કહેવામાં આવે છે?

સૂર્ય ગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ ખગોળીય ઘટના કહેવામાં આવી છે. આ ખગોળીય ઘટના આધ્યાત્મિક રીતે પણ એટલી જ મહત્વની છે. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે, જે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા રોકે છે.

ચંદ્ર સૂર્યની સામે આવે છે અને તેના પ્રકાશને આંશિક અથવા સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે તેનો પડછાયો પૃથ્વી પર પડે છે. આ ખગોળીય ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. પરંતુ હવે સવાલે એ છે કે, શું આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે? અને જો હા તો તે કયા સમયગાળા દરમિયાન જોવા મળશે?

આ પણ વાંચો: ભારતની રાષ્ટ્રીય મિઠાઈ જલેબીનું સાચું નામ શું છે, જાણો છો?

શું ભારતમાં સૂતક કાળ લાગશે?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ અહીં અસરકારક રહેશે નહીં. આનો સીધો અર્થ એ છે કે, આ ગ્રહણનો ભારત કે વિશ્વ પર કોઈ ભૌતિક, આધ્યાત્મિક, ધાર્મિક કે સૂતક પ્રભાવ પડશે નહીં તેવું જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતના લોકોની દિનચર્યા પહેલાની જેમ સામાન્ય રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણની અસર ફક્ત તે વિસ્તારોમાં જ અનુભવાય છે જ્યાં તેને જોઈ શકાય છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી ભારતીયો પર તેની કોઈ અસર થશે નહીં.

સૂર્ય ગ્રહણ થાય ત્યારે શું કરવું જોઈએ?

સૂર્ય ગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરવું જોઈએ
આખા ઘર અને દેવી દેવતાને ગંગાજળથી શુદ્ધ કરવા
ગ્રહણ વખતે ક્યારે સૂર્ય સામે સીધુ ના જોવું જોઈએ
ગ્રહણ દરમિયાન બજાર જવાનું ટાળવું
ગ્રહણ પછી હનુમાનજીની પૂજા કરો
સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારના ખરાબ કામો ના કરવા

સૂર્ય ગ્રહણને લઈ સ્કંદ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે?

ધાર્મિકા શાસ્ત્રો પ્રમાણે વાત કરવામાં આવે તો, સૂર્ય ગ્રહણ દરમિયાન કઈ ખાવું ના જોઈએ. સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી બધા સારા કાર્યો અને કર્મોનો નાશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button