માથા પર ટાલ પડતી અટકાવવા કરજો મેથીનો આ ઉપાય, વાળ બનશે મજબૂત અને ચમકદાર...
સ્પેશિયલ ફિચર્સ

માથા પર ટાલ પડતી અટકાવવા કરજો મેથીનો આ ઉપાય, વાળ બનશે મજબૂત અને ચમકદાર…

Fenugreek water for Hair care: આજના સમયમાં, ખરાબ જીવનશૈલી અને ખોટા આહારને કારણે ત્વચા અને વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ખાસ કરીને વાળનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

જેના કારણે તે નબળા, નિર્જીવ અને સફેદ થવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે વાળને લગતી સમસ્યાઓ માટે મેથીના દાણા સરળ અને અસરકારક ઉપાય છે.

મેથીના દાણા કેવી રીતે ફાયદાકારક છે?
મેથીના દાણા પ્રોટીન, નિકોટિનિક એસિડ અને વિવિધ પ્રકારના એમિનો એસિડથી ભરપૂર હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેથીનું પાણી વાળમાં રક્ત પરિભ્રમણ સુધારે છે.

જે વાળના મૂળને મજબૂત બનાવે છે. તે વાળ પાતળા થવા, વાળ ખરવા અને ટાલ પડવા અને જેવી સમસ્યાઓને નિયંત્રિત કરે છે. સાથોસાથ તે ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે તથા વાળની શુષ્કતા ઘટાડે છે અને વાળને ચમકદાર બનાવે છે.

વાળમાં મેથીનું પાણી કેવી રીતે લગાવવું?
સૌપ્રથમ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. મેથીના પલાળેલા દાણાના પાણીને સવારે દાણા સાથે સારી રીતે ઉકાળો. ઉકળેલા પાણીને ઠંડુ થવા દો અને તેને ગાળી લો.

રૂની મદદથી આ પાણીને વાળના મૂળથી માંડીને છેડા સુધી લગાવો અને તેને 40 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તમારા વાળને સામાન્ય રીતે ધોઈ લો.

અઠવાડિયામાં 3 વખત નિયમિતપણે આ ઉપાયને અનુસરો. અસરકારક પરિણામ જોવા મળશે. થોડા સમય પછી, તમે જોશો કે તમારા વાળ વધુ મજબૂત, ચળકતા અને જીવંત બન્યા છે. મેથીનું પાણી તમારા ક્ષતિગ્રસ્ત વાળને સ્વસ્થ રાખવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી બચાવવા માટે એક કુદરતી અને અસરકારક ઉપાય છે.

આ પણ વાંચો…શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે, તો મેથીના દાણાનો આ ઉપચાર અજમાવો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button