દરરોજ સવારે આ ‘સુપરફૂડ’નું કરજો સેવન, કંટ્રોલમાં રહેશે સુગર અને વજન…

Fenugreek seeds health benefits: આજના સમયમાં ઘણા લોકો મેદસ્વિતાની સમસ્યાનો ભોગ બની ચૂક્યા છે. મેદસ્વિતાની જેમ ડાયાબિટીસના દર્દીઓ પણ વધી રહ્યા છે. બંનેના નિયંત્રણ માટે ઘણા લોકો મેડિકલ સ્ટોરમાં મળતી દવાઓનું સેવન કરતા હોય છે. પરંતુ ઘરેલુ ઉપાયથી આ બંને સમસ્યાઓને કંટ્રોલમાં લાવી શકાય છે. આ ઘરેલુ ઉપાય કેવો છે, આવો જાણીએ.
શરીર માટે ફાયદાકારક મેથીના દાણા
તમે ઘણીવાર તમારા દાદી અને મમ્મીને મેથીના દાણા પલાળતા જોયા હશે. તેઓ આવું કેમ કરે છે, ક્યારેય વિચાર્યું છે? મેથીના દાણા શરીર માટે લાભદાયી છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખવાથી તે નરમ પડે છે અને તેના પોષક તત્વો શરીર માટે વધુ સરળતાથી ઉપલબ્ધ બને છે. તેથી સવારે આ નાના પીળા દાણા ‘સુપરફૂડ’ બની જાય છે. સવારે આ દાણા ચાવવાથી તેમા રહેલું તેમાં રહેલું દ્રાવ્ય ફાઇબર, એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટ શરીરને મળે છે.

મેથીના દાણાનો ઉપયોગ કરવા માટે રાત્રે 1 થી 2 ચમચી મેથીના દાણાને એક નાના બાઉલમાં પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે દાણાને સારી રીતે ચાવીને ખાઓ. બાકીનું પાણી પણ પી લો. જો સ્વાદ ખૂબ જ કડવો લાગે, તો તેને હૂંફાળા પાણી અથવા થોડું મધ સાથે ભેળવી શકાય છે. એક વાતનું ધ્યાન રાખવું કે મેથીના દાણા બે ચમચીથી વધુ ન હોવા જોઈએ. કારણ કે વધુ પડતું ફાઇબર પેટ ખરાબ કરી શકે છે.
સુગર અને વજન કંટ્રોલ કરવાનો ઉત્તમ ઉપાય
પલાળેલી મેથીમાંથી મળતું ગેલેક્ટોમેનન ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું કરે છે, જેનાથી લોહીમાં સુગરનો અચાનક વધારો અટકે છે. એક અભ્યાસ મુજબ, ટાઇપ 2 ડાયાબિટીસવાળા લોકોએ 60 દિવસ સુધી દરરોજ 10 ગ્રામ પલાળેલા મેથીના દાણાનું સેવન કરે તો તેમના બ્લડ સુગરમાં જોવા મળે છે.
મેથીમાં રહેલું દ્રાવ્ય ફાઇબર પાણીને શોષીને જેલ જેવું માળખું બનાવે છે, જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત દૂર થાય છે, પેટમાં બળતરા ઓછી થાય છે, પેટ ફૂલવાની સમસ્યાથી છૂટકારો મળે છે. સાથોસાથ સવારે થતી એસિડિટીથી પણ રાહત મળે છે.
પલાળેલા મેથીના દાણા લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો અનુભવ કરાવે છે, જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને ઓછું ખવાય છે. આ ભૂખને નિયંત્રણમાં રાખે છે અને મેટાબોલિઝમ સુધારે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)



