વજન ઘટાડવા માટે મોંઘા ડાઈટ નહીં પણ રસોડાની આ વસ્તુ બનશે રામબાણ ઈલાજ...

વજન ઘટાડવા માટે મોંઘા ડાઈટ નહીં પણ રસોડાની આ વસ્તુ બનશે રામબાણ ઈલાજ…

આજના સમયમાં લોકો ફિટ એન્ડ ફાઈન રહેવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે. નીતનવા ઘરેલુ ઉપાયથી લઈ બજારના મોંઘા ડાયટ પણ ફોલો કરતા હોય છે. જ્યારે ભારતીય રસોડામાં મેથીનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવા માટે જ નથી થતો, પરંતુ તે આરોગ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે.

આયુર્વેદમાં મેથીના દાણાને ઔષધીય ગુણોમાં ઉત્તમ ગણવામાં આવે છે. વજન ઘટાડવાથી લઈને બ્લડ શુગર નિયંત્રણ, પાચન સુધારવા અને ત્વચા-વાળની સુંદરતા માટે મેથીના દાણા ખુબ અસરકારક ગણાય છે. ખાસ કરીને, રાત્રે પલાળેલા મેથીના દાણાનું પાણી સવારે પીવાથી અનેક રોગોમાં રાહત મળે છે. ચાલો, જાણીએ મેથીના દાણાના ફાયદાઓ વિશે.

મેથીના પાણીના સ્વાસ્થ્ય લાભો
મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે પીવાથી અનેક આરોગ્ય લાભો મળે છે. તેનું સેવન વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં, બ્લડ શુગર અને કોલેસ્ટરોલ નિયંત્રણમાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળની સમસ્યાઓ જેમ કે ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાને ઘટાડે છે. મેથીના દાણાને ભૂંજીને પાવડર બનાવીને પણ ખાદ્ય પદાર્થોમાં વાપરી શકાય છે, જે સ્વાદ અને આરોગ્ય બંને માટે ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં અને પાચનમાં મદદ
મેથીના દાણામાં રહેલું દ્રાવ્ય ફાઈબર ભૂખને નિયંત્રિત કરે છે. પાણીમાં પલાળવાથી આ ફાઈબર જેલ જેવું બને છે, જેનાથી પેટ ભરેલું લાગે છે અને વધુ ખાવાનું ટળે છે. આ ઉપરાંત, તેમાં રહેલું લેક્ટોમેન નામનું તત્વ ચયાપચયને વધારે છે, જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. મેથીનું પાણી પાચનતંત્રમાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર કરીને પાચનક્રિયાને સુધારે છે.

બ્લડ શુગર અને કોલેસ્ટરોલ નિયંત્રણ
મેથીના દાણાનું પાણી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત કરવામાં અસરકારક છે, કારણ કે તે કાર્બોહાઈડ્રેટના શોષણને ધીમું કરે છે. આનાથી ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. આ ઉપરાંત, મેથીમાં રહેલા એલ્કલોઈડ્સ અને ફ્લેવોનોઈડ્સ ખરાબ કોલેસ્ટરોલ (LDL) ઘટાડે છે, જ્યારે પોટેશિયમ સોડિયમની અસર ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આ ગુણો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ત્વચા અને વાળ માટે ફાયદા
મેથીના દાણા ત્વચા અને વાળની સુંદરતા માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને ઘટાડીને ત્વચાને નવી ચમક આપે છે અને ફાઈન લાઈન્સ ઓછી કરે છે. મેથીનો પેસ્ટ ત્વચાને એક્સફોલિયેટ કરીને રંગત સુધારે છે. વાળ માટે, તેમાં રહેલા પ્રોટીન અને નિકોટિનિક એસિડ ડેન્ડ્રફ ઘટાડે છે, વાળ ખરતા અટકાવે છે અને તેમને મજબૂત બનાવે છે. પલાળેલા દાણામાંથી બનેલું લપસણું પદાર્થ વાળની ચમક વધારે છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: પોષણ-મૂલ્યોથી સમૃદ્ધ સૌથી વજનદાર ફળ ફણસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button