9000 કિમી ઉડવાની ક્ષમતા, 20 ટકા ઓછી ફ્યુઅલ કેપેસિટી અને લાઈટ વેટ… આવા છે Boeing 787-7 Dreamlinerના ફીચર્સ…

ગુજરાતના અમદાવાદ ખાતે એર ઈન્ડિયાનું બોઈંગ 787- 8 એઆઈ-171 ક્રેશ થયું હતું અને ક્રેશ સાઈટ પર આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતાં જોવા મળ્યા હતા. આ ધુમાડા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે.
આ પ્લેનટમાં ક્રુ મેમ્બર્સ સાથે 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી અનુસાર આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. ચાલો જાણીએ ક્રેશ થયેલાં બોઈંગ 787-8 ડ્રીમ લાઈનરના સ્પેશિફિકેશન્સ-
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: અકસ્માત સમયે પ્લેનની સ્પીડ 322 કિ.મી. પ્રતિ કલાક હતી
બોઈંગ 787-8 ડ્રીમલાઈન એક વાઈડ બોડી, મિડ સાઈઝ અને લોન્ગ રેન્જ એરક્રાફ્ટ છે. આ ફ્લાઈટમાં 210થી 250 પ્રવાસીઓની સીટિંગ અરેન્જમેન્ટ હોય છે અને આ ફ્લાઈટ 8,500 નોટિકલ માઈલ્સ (9,800 માઈલ) સુધીનું અંતર કાપી શકે છે. આ ફ્લાઈટને 20 ટકા ઓછા ફ્યુઅલ કન્ઝમ્પશન સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે જે પર્યાવરણ માટે પણ સારું છે.
અમદાવાદથી લંડનનું અંતર આશરે 7,000 કિલોમીટરનું છે અને આ અંતર કોઈ પણ ડ્રીમલાઈનર માટે પરફેક્ટ છે. આ એરક્રાફ્ટ કમ્ફર્ટેબલ અને એફિશિયન્ટ હતું. આજે અનેક એરલાઈન્સ જેવી કે એર ઈન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ આ રૂટ પર 787-8 બોઈંગનો ઉપયોગ કરે છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ જુઓ મુસાફરોનું લિસ્ટ
વાત કરીએ સિક્યોરિટી મેઝર્સની-
એડવાન્સ સિક્યોરિટી સ્ક્રીનિંગઃ એરપોર્ટ પર પેસેન્જર્સનું કડક સ્કેનિંગ કરવામાં આવે છે જેમાં બેગેજ, બોડી સ્કેન અને આઈડી વેરિફિકેશનનો સમાવેશ થાય છે.
કોકપિટ સિક્યોરિટીઃ 787-8માં કોકપિટ એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ છે, જેનાથી ગેરકાયરે પ્રવેશ કરનારને રોકવામાં મદદ મળે છે.
સાઈબર સિક્યોરિટીઃ એરક્રાફ્ટના સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે એડવાન્સ સાઈબર સિક્યોરિટી મેઝર્સ છે.
ઈન્ટેજિલન્સ શેરિંગઃ એરલાઈન્સ અને ગર્વનમેન્ટ એજન્સી રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેર કરે છે, જેથી કોઈ પણ જોખમને પહેલાંથી જાણી શકાય
સેફ્ટી મેઝર્સઃ 787-8માં અનેક સિસ્ટમ રિડંડેન્ટ છે જેમ કે એન્જિન, હાઈડ્રોલિક્સ અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમ જેથી જો કોઈ સિસ્ટમ ફેલ જાય તો બીજી કામ કરી શકે
એડવાન્સ નેવિગેશનઃ જીપીએસ અને ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમની સાથે પાઈલટને ચોક્કસ નેવિગેશન મળે છે
ઈમર્જન્સી પ્રોસિઝરઃ ક્રુ મેમ્બર્સને રેગ્યુલર ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં ઈમર્જન્સી લેન્ડિંગ, ફાયર ફાઈટિંગ અને મેડિકલ ઈમર્જન્સીનો સમાવેશ થાય છે
મટિરિયલ્સઃ 787-8 લાઈટવેટ કંપોઝિટ મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એને વધુ સુરક્ષિત અને ફ્યુલ એફિશિયન્ટ બનાવે છે