નવરાત્રીમાં ઉપવાસ કરવાનું આરોગ્ય માટે છે ફાયદાકારક, કઈ રીતે?

Navratri fasting benefits: દેશમાં શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન ભક્તો વ્રત-ઉપવાસ કરતા હોય છે. આ વ્રત-ઉપવાસનું ઘણુ ધાર્મિક મહત્ત્વ હોય છે. જોકે, ઉપવાસનું સીધું જોડાણ આપણા સ્વાસ્થ્ય સાથે હોય છે. નવ દિવસ સુધી ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે, પરંતુ લોકો આ વાતથી અજાણ હોય છે.
નવરાત્રીના ઉપવાસથી શું ફાયદો થાય
એક નિષ્ણાતે નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરવાથી શરીરને થતા ફાયદા વિશે માહિતી આપી હતી. એક વર્ષમાં બે નવરાત્રી આવે છે, જેમાં એક ઉનાળામાં અને બીજી શિયાળામાં નવરાત્રી આવે છે. જો તમે 9 દિવસ વ્યવસ્થિત રીતે ઉપવાસ કરો છો તો તમે તમારા શરીરને બદલાતી ઋતુ સાથે તૈયાર કરી રહ્યા છો.
વજન કંટ્રોલ કરવામાં મળે છે મદદ
નિષ્ણાતો પણ દાવો કરે છે કે જ્યારે ઋતુ બદલાય છે, ત્યારે આપણા શરીરમાં ઘણા પ્રકારના ફિઝિયોલોજીકલ અને મેટાબોલિક ફેરફાર થાય છે. જેને સંતુલિત કરવા અને શરીરને આરામ આપવા માટે ઉપવાસ કરવો જરૂરી છે. ઉપવાસ કરવાથી પાચનતંત્ર સુધરે છે અને શરીરમાંથી તમામ ટોક્સિન્સ પણ બહાર આવી જાય છે. સાથોસાથ મેટાબોલિઝમ પણ ફાસ્ટ થાય છે. જેનાથી વજનને કંટ્રોલ રાખવામાં પણ મદદ મળે છે.
પશ્ચિમના દેશો સમજ્યાં ઉપવાસનું મહત્ત્વ
નવ દિવસ સુધી સતત ઉપવાસ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને એનર્જી પણ મળે છે. ઉપવાસ કરવાથી બ્લડ પ્રેશર તથા હૃદયની ઘણી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં ઘણા લોકો ફિટ રહેવા માટે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરે છે. હવે યુરોપ અને મેડિકલ સાયન્સે પણ માની લીધું છે કે, ઉપવાસ સ્વાસ્થ્ય માટે કેટલો લાભદાયી છે.
આ પણ વાંચો…નવરાત્રિમાં માતાની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય, થશે દરેક મનોકામના પૂર્ણ…