ઠંડીમાં પણ સાંધા રહેશે ફિટ એન્ડ ફાઈન, બસ આટલી સાવચેતી રાખો…

ભારતમાં શિયાળાની ઋતુએ દસ્તક દીદી છે અને હવા ધીમે ધીમે ઠંડી પડવા લાગી છે. ગરમીથી છુટકારો મળતાં કેટલાક લોકો ખુશ છે, પરંતુ સાંધાના દર્દીઓ માટે આ સીઝન મુશ્કેલીઓ લઈને આવે છે. ઠંડક વધતાં સાંધાઓમાં દુખાવો, અકડાટ અને ચાલવામાં તકલીફ થવા લાગે છે. તાપમાનના બદલાવથી સાંધાના દુખાવાના લક્ષણો વધી જાય છે, જેનાથી રોજિંદા કામો પણ અઘરા બની જાય છે. જો તમને પણ આ સમસ્યા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. શિયાળામાં થોડી સાવચેતીથી તમે આ ઠંડીમાં પણ સ્વસ્થ અને સક્રિય રહી શકો છો.
સરળ ઉપાયોથી મેળવો રાહત
સાંધાના દર્દીઓ માટે શિયાળામાં સાંધાઓને સુરક્ષિત રાખવા અને દુખાવો ઘટાડવા માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાય અપનાવી શકાય છે. ગરમ કપડાં, નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ જેવી આદતોથી તમે ઠંડીમાં પણ સારી રીતે જીવી શકો છો. આ ઉપાયો તમને માત્ર દર્દથી બચાવશે નહીં, પણ તમારી દૈનિક પ્રવૃત્તિઓ પણ સરળ બનાવશે.
સાંધાઓને ગરમ રાખો
ઠંડીથી સ્નાયુઓ અને સાંધાઓ અકડાઈ જાય છે, જેથી દુખાવો વધે છે. ગરમ કપડાં, મોજા, ગુંઠણ અને કોણી માટે વોર્મર પહેરો. જ્યાં દુખાવો થાય ત્યાં હીટ પેડ કે ગરમ પાણીની થેલીથી સિકાઈ કરો. બહાર જતાં પહેલાં સારી રીતે તે ભાગને ઢાંકો અને અચાનક ગરમથી ઠંડા વાતાવરણમાં જવાનું ટાળો.

શિયાળામાં બેસી રહેવું સરળ લાગે, પણ નિષ્ક્રિયતાથી સાંધાનો દુખાવો વધી શકે છે. રોજ 15-30 મિનિટ હલકી કસરત કરો જેમ કે યોગ, ઘરમાં ફરવું કે ઇન્ડોર સાયકલિંગ. આનાથી સાંધાઓ લચકદાર રહે છે અને અકડાટ ઘટે છે.
સારો આહાર અને પાણી
શિયાળામાં તેલીય અને ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તે સોજો વધારે છે. ફળો, શાકભાજી, આખા અનાજ, ઓછા ચરબીવાળા પ્રોટીન અને તંદુરસ્ત ચરબી લો. માછલી, હળદર, આદુ, પાંદડાવાળા શાક અને બદામ, અખરોટ, અળસી જેવા બીજ ઓમેગા-૩ આપે છે જે સાંધા માટે ફાયદાકારક છે. પાણી, હર્બલ ચા કે સૂપ પીને શરીરને હાઇડ્રેટેડ રાખો.
માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા
શિયાળામાં ટૂંકા દિવસોથી મૂડ અને ઊંઘ પર અસર થાય છે, જે દુખાવો વધારે છે. નિયમિત ઊંઘ લો, સૂતા પહેલા મોબાઇલ-ટીવી ઓછું વાપરો અને દિવસમાં થોડો સમય તડકો શેકવાનું રાખવું જોઈએ. ઊંડા શ્વાસ, ધ્યાન અને માઇન્ડફુલનેસ તણાવ ઘટાડે છે. દિવસના ગરમ સમયે ચાલો, સારા પકડવાળા જૂતા પહેરો અને જરૂર પડે તો સપોર્ટ બેન્ડ વાપરો. લક્ષણો પર નજર રાખો અને દવા સમયસર લો – દુખાવો વધે તો તરત ડોક્ટરને મળો.
આ પણ વાંચો…આ વર્ષે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: આ કારણે હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી…



