નાની અમથી તકલીફમાં ફટ કરતા એન્ટિબાયોટિક્સ લઈ લેતા હોવ તો પહેલા આ વાંચી લો | મુંબઈ સમાચાર

નાની અમથી તકલીફમાં ફટ કરતા એન્ટિબાયોટિક્સ લઈ લેતા હોવ તો પહેલા આ વાંચી લો

માથું દુખે છે, દવા લઈ લવ… તાવ આવ્યો છે, દવા લઈ લવ… આજકાલના દોડતા ભાગતા જીવનમાં આવી વાતો સાંભળવી સમાન્ય બની ગઈ છે. કેમ કે લોકો વિચારે છે રોજિંદા જીવનમાં દોડતું રહેવા માટે નાની મેડિકલ પ્રોબ્લેમ માટે એન્ટીબાયોટીક રામબાણ ઈલાજ છે. જ્યારે નાની સમસ્યાનું સમાધાન એન્ટીબાયોટીકમાં શોધનારા લોકો એ નથી જાણતા હોતા કે, સમસ્યાનું ટેમ્પરરી સોલ્યુશન ભવિષ્યની મોટી ચિંતાનું કારણ બની શકે છે. એન્ટીબાયોટીક શબ્દથી જ સમજી શકાય કે તે બેક્ટેરીયાનો નાશ કરવાનું કામ કરે છે. હા એ વાત સાચી કે તે રોગાણું બેક્ટેરીયાનો સફાયો કરે છે. પરંતુ તે આપણા શરીરમાં રહેલા સારા બેક્ટેરીયાને પણ નુકસાન પહોંચાડે છે.

ઘણી વખત તો આપણે વાયરસ સામે લડવા માટે પણ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે એન્ટીબાયોટિક્સ માત્ર રોગયુક્ત બેક્ટેરિયાનો જ નાશ કરે છે. વાયરસ સામે તે લડી શકતા નથી. લોકો માહિતીના અભાવે વાયરલ ઇન્ફેક્શન, જેમ કે સામાન્ય શરદી કે ફ્લૂમાં પણ એન્ટીબાયોટિક્સ લઈ લે છે, જેનો કોઈ ફાયદો થતો નથી. આવું વારંવાર કરવાથી શરીરની બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઘટે છે, જેને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં જ્યારે ખરેખર એન્ટીબાયોટિક્સની જરૂર હોય, ત્યારે તે કામ ન કરે, જે ચેપને વધુ જોખમી બનાવી શકે છે.

જાણો નિષ્ણાંતો શું કહે છે?

નિષ્ણાંતોના મતે એન્ટીબાયોટિક્સ શરીરમાં બેક્ટેરિયાને નાશ કરવા અથવા તેની સંખ્યા નિયંત્રિત કરવા માટે વપરાય છે. આ દવાઓ ફક્ત બેક્ટેરિયલ ચેપ માટે જ અસરકારક હોય છે, વાયરલ ચેપ જેમ કે શરદી, ઉધરસ કે ફ્લૂમાં તેનો કોઈ ઉપયોગ નથી. જોકે, લોકો અજાણતાં આવા ચેપમાં પણ એન્ટીબાયોટિક્સ લઈ લે છે, જેનાથી આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા નાશ પામે છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પડી શકે છે.

એન્ટીબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ શરીર પર ગંભીર આડઅસરો કરી શકે છે, જેમાં ઝાડા, ત્વચાની એલર્જી, પેટમાં દુખાવો અને ફંગલ ચેપનો સમાવેશ થાય છે. લાંબા સમય સુધી આવું ચાલે તો શરીરમાં સોજો અને નબળાઈ આવી શકે છે. આ ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિ એટલી નબળી પડી શકે છે કે નાની બીમારીઓ પણ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.

શું કરવું જોઈએ?

એન્ટીબાયોટિક્સના નુકસાનથી બચવા માટે થોડી સાવચેતીઓ રાખવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ વિના ક્યારેય એન્ટીબાયોટિક્સ ન લો. વાયરલ તાવ કે શરદી જેવી સામાન્ય બીમારીઓમાં પોતાની મરજીથી દવાઓ ન લેવી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન C, તુલસી, આદુ, હળદર અને લીંબુ જેવા કુદરતી ઉપાયો અપનાવો. આ ઉપરાંત, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામને જીવનશૈલીનો હિસ્સો બનાવો. દવાઓનો ઉપયોગ હંમેશાં સમજી-વિચારીને કરો જેથી તમારું શરીર સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button