સૌના ફેવરેટ એવા Samosaને અંગ્રેજીમાં શું કહેવાય છે? નામ સાંભળીને માથું ચકરાઈ જશે…

ભારતમાં તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળશે કે જેને સમોસા ના ભાવતા હોય. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને પણ તીખી-ખાટ્ટી-મીઠ્ઠી ચટણી સાથે સમોસા ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા આ સૌના મનગમતા સમોસાને અંગ્રેજીમાં શું કહેવાય છે? હવે તમને કહેશો કે સમોસા તો સમોસા હોય એને વળી અંગ્રેજીમાં કંઈ અલગ થોડી કહેવાતું હશે… પરંતુ ના બોસ એવું નથી, અંગ્રેજીમાં સમોસાને જે નામ આપવામાં આવ્યું છે એ સાંભળીને તમે તમારું માથું પકડી લેશો. જી હા, તમે બરાબર વાંચ્યું. આપણા સૌના મનગમતા સમોસાને અંગ્રેજીમાં અલગ નામ આપવામાં આવ્યું છે. એ જાણીએ પહેલાં થોડું સમોસા વિશે જાણી લઈએ. સમોસા મૂળ તો ઉત્તર ભારતીયોની પસંદગીની ડિશ છે અને ત્યાં આ વાનગી ખૂબ જ મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે.
હિંદી, ગુજરાતી, મરાઠી સહિતની અલગ અલગ ભાષામાં અલગ અલગ વસ્તુઓને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. પરંતુ કેટલાક એવા શબ્દો હોય છે કે જેનું અંગ્રેજી નામ ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આપણા સૌના મનગમતા સમોસા સાથે પણ કંઈક આવું જ છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ કે આપણા સૌના મનગમતા સમોસાને આખરે અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? મોટાભાગના લોકોએ અંગ્રેજીમાં પણ સમોસાને સમોસા કહેતાં જ સાંભળ્યા હશે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે સમોસા માટે અંગ્રેજીમાં એક પ્રોપર શબ્દ છે. સમોસાને અંગ્રેજીમાં રિસોલ (Rissole) કહેવામાં આવે છે. વાત કરીએ તો રિસોલ નામની આ વાનગી હકીકતમાં તો માંસાહરી છે, પરંતુ તે હોય છે સમોસા જેવી જ. આ જ કારણે આપણા બટેટાંની સ્ટફિંગવાળા સમોસાને પણ રિસોલ કહેવામાં આવે છે.
Also read: મુખ્ય પ્રધાનના સમોસા કોણ ખાઈ ગયું? CIDની તપાસ, પોલીસકર્મીઓને નોટિસ, જાણો શું છે મામલો
ચોંકી ગયા ને? હવે તમે પણ આ ઈન્ટરેસ્ટિંગ માહિતી તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ માહિતી શેર કરીને એમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને?