આ શારદીય નવરાત્રિમાં સાતમની તિથિ ક્યારે છે? જાણો સાચું શુભ મુહૂર્ત

Navratri Saptami Muhurt: નવરાત્રિના દિવસો દરમિયાન સાતમની તિથિનું ઘણુ મહત્ત્વ હોય છે. જે લોકોને ત્યાં આઠમની પૂજા થાય છે. તેમને ત્યાં સાતમના દિવસે વિધિવિધાન સાથે વ્રત રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે બે વખત ત્રીજની તિથિ આવી હોવાથી, સાતમની તિથિ ક્યારે આવશે? તેને લઈને મૂંજવણ ઊભી થઈ છે.
સાતમની તિથિનું શુભ મૂહુર્ત
હાલ ચાલી રહેલી શારદીય નવરાત્રિમાં સાતમની તિથિ આઠમા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 2:27 વાગ્યે શરૂ થઈને 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 4:31 વાગ્યે પૂર્ણ થશે. જ્યારે આઠમની તિથિ 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉજવવામાં આવશે.
શારદીય નવરાત્રિ મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત હોય છે. સાતમના દિવસે, મા દુર્ગાના સાતમા સ્વરૂપ, મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમનું સ્વરૂપ ભયાનક હોવા છતાં, તેઓ ખૂબ જ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. માત્ર તેમનું સ્મરણ કરવાથી ભૂત-પ્રેત, ભય અને અન્ય મુશ્કેલીઓ દૂર થાય છે.
નવપત્રિકા પૂજાનું મહત્વ
સાતમની તિથિના દિવસે નવપત્રિકા પૂજા પણ ઉજવવામાં આવે છે, જે દુર્ગા પૂજાનો પહેલો દિવસ છે. આ દિવસે, નવ જુદા જુદા છોડને એકસાથે બાંધીને દેવી દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. આ પૂજા મહાસ્નાન સાથે શરૂ થાય છે અને આરતી સાથે સમાપ્ત થાય છે. પશ્ચિમ બંગાળમાં આ પૂજાને ‘કોલાબોઉ પૂજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો…મા કાત્યાયની: નવદુર્ગાનું સુવર્ણ સ્વરૂપ: આ રીતે કરો પૂજા, મળશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળ