સ્પેશિયલ ફિચર્સ

જ્યાં વર્ષમાં 12 નહીં, 13 મહિના હોય છે અને ચાલે છે 2018નું વર્ષ, ક્યો દેશ છે?

પૂર્વ આફ્રિકાના હૉર્ન વિસ્તારમાં ઇથિયોપિયા નામનો પ્રાચીન દેશ આવેલો છે. અહીં નોંધપાત્ર સંખ્યામાં જ્વાળામુખી આવેલા છે. 12,000 વર્ષ બાદ અહીં હેલી ગુબ્બી નામનો જ્વાળામુખી ફાટ્યો હતો.

મળતી માહિતી મુજબ આ જ્વાળામુખીના વિસ્ફોટ દરમિયાન 14 કિમીની ઉંચાઈ સુધી તેની રાખ અને ધૂળના વાદળો પહોંચ્યા હતા. જોકે, ઈથિયોપિયા આવી જ અનેક વિવિધતાઓથી ભરેલો દેશ છે.

આપણ વાચો: કહો જોઉં, સૌથી પ્રાચીન દેશ કયો?

સૌથી જૂના ઈસાઈ સમુદાયનો વસવાટ

ઈથિયોપિયા આફ્રિકાનો એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય યુરોપીય વસાહતનો ભાગ બન્યો નથી. તે પોતાની 3,000 વર્ષ જૂની સભ્યાતા પર ગર્વ કરે છે. અહીં દરેક સમુદાયની પોતાની ભાષા અને સંસ્કૃતિ છે.

અહીં 60 ટકાથી વધારે લોકો ઈસાઈ છે. જેઓ ઇથિયોપિયન ઑર્થોડૉક્સ ચર્ચ સાથે સંકળાયેલા છે. તેઓ દુનિયના સૌથી જુના ઈસાઈ સમુદાય પૈકીના એક છે. અહીં લાલ જ્વાળામુખીના ખડકને કોતરીને 11 ચર્ચનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીંની સંસ્કૃતિની એક અનોખી વાત એ છે કે, ઇથિયોપિયાનું કેલેન્ડર 13 મહિનાનું છે.

આપણ વાચો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા

ગીઝ કેલેન્ડરનું પાલન કરતો દેશ

ઇથિયોપિયાની સભ્યતા પુરાણી છે અને જીવન બાકીની દુનિયા કરતા ઘણું પાછળ છે. ઇથિયોપિયાએ જાણીજોઈને પોતાની પ્રાચીન ઓળખ, સમય-ગણતરી, કેલેન્ડર અને જીવનશૈલીને જીવંત રાખી છે.

અહીંનું કેલેન્ડર ઇસુ ખ્રિસ્તના જન્મ કરતા 7-8 વર્ષ પાછળ છે. જેને ગીઝ કેલેન્ડર કહેવામાં આવે છે. આ કેલેન્ડર મિસ્ત્રના જૂના કોપ્ટિક કેલેન્ડરમાંથી લેવામાં આવ્યું છે. જેને ઈસાઈ ચર્ચે અપનાવ્યું છે. આ કેલેન્ડર અનુસાર અહીં આજે 2025 નહીં, પરંતુ 2018નું વર્ષ ચાલી રહ્યું છે. ઇથિયોપિયા સિવાય ઇરિટ્રિયા જ એકમાત્ર એવો દેશ છે, આજે પણ આ કેલેન્ડરનું પાલન કરી રહ્યો છે.

આપણ વાચો: ઐતિહાસિક વડનગર હવે વૈશ્વિક પ્રવાસન નકશા પર: ₹૧૫ કરોડના ખર્ચે દેશનો પ્રથમ ‘વૃંદાવન ગૌચર પાર્ક’ બનશે!

તેરમા મહિનામાં છે માત્ર 5 દિવસ

ગીઝ કેલેન્ડરનો પહેલો મહિના મેસ્કેરમ અને છેલ્લો મહિનો પાગુમે છે. પ્રથમ 12 મહિનામાં 30 દિવસ હોય છે. જ્યારે છેલ્લા મહિનામાં માત્ર 5 દિવસ હોય છે. તેથી 12*30 = 360 અને છેલ્લા મહિનાના 5 દિવસ એમ અહીં 365 દિવસનું એક વર્ષ હોય છે.

અહીં સૂર્યોદય પણ સવારે 6 વાગ્યે નહીં, પરંતુ સવારે 12 વાગ્યે થાય છે. એવું માનવામાં આવે છે. એટલે કે અહીં સમયની ગણતરી અડધી રાત્રે નહીં, પરંતુ સૂર્યોદય સાથે શરૂ થાય છે. જેને ઇથોપિયન ટાઇમ કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ઇથિયોપિયા ઘણો પછાત દેશ છે. અહીંના 70 ટકાથી વધુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વીજળી-પાણીની સુવિધા પહોંચી નથી. લોકો માટીના ઘરમાં રહે છે. ઇન્ટરનેટ પણ દેશના 25 ટકા વિસ્તાર પૂરતું જ સીમિત છે. આ દેશના લોકો સોશિયલ મીડિયાથી દૂર છે, તેઓ પોતાની મૌખિક વાત દ્વારા સંવાદ અને સંચાર કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button