સ્પેશિયલ ફિચર્સ
અમરાવતીના રીક્ષાવાળાનું ઈંગ્લીશ સાંભળ્યું? જૂઓ વાયરલ વીડિયો

અમરાવતીઃ મહારાષ્ટ્રના અમરાવતીના એક રીક્ષાવાળાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ રીક્ષાવાળા ઉંમરમાં ઘણા વરિષ્ઠ લાગે છે, પરંતુ તેમના મોઢામાંથી જે ફ્લુઅન્ટ ઈંગ્લીશ નીકળે છે તે જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે.
અમરાવતીમાં રીક્ષામાં બેસેલા એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે મને પણ નવાઈ લાગી જ્યારે તેમણે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. રીક્ષાવાળા વૃદ્ધ કહે છે કે જો તમને અંગ્રેજી આવડતું હશે તો તમે લંડન, અમેરિકા, પેરિસ ગમે ત્યાં જઈ શકો છો. જો નહીં આવડતું હોય તો જઈ શકશો નહીં.
યુઝરે તેનો વીડિયો શેર કર્યો છે અને લોકો તેને જોઈ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમે પણ જૂઓ આ વાયરલ વીડિયો.