સ્પેશિયલ ફિચર્સ

કર્મચારીને 9થી 9 કામ કરાવીને રીલ જોતા મેનેજરને કર્મચારીએ ભણાવ્યો એવો પાઠ કે…

આજકાલ જમાનો કોર્પોરેટ વર્લ્ડનો છે અને દુનિયાની કોઈ પણ ઓફિસમાં તમને એકાદ બે એવા કર્મચારીઓ તો મળી જ જશે જે પોતાના સિનિયર, મેનેજરની બુરાઈ કરતાં હશે. સોશિયલ મીડિયાના જમાનામાં અનેક એવા બહાદુર કર્મચારીઓ મળી જાય છે જે પોતાના બોસ અને ઉપરી અધિકારી વિરુદ્ધ ભડાસ કાઢતી પોસ્ટ કરતાં હોય છે.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં કર્મચારીએ તેને સતત કામ આપતા બોસને બિઝી રાખવા માટે એવો ઉપાય શોધી કાઢ્યો હતો કે જેના વિશે જાણીને નેટિઝન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે આ ઉપાય…

આપણ વાંચો: 2289 મહિલા સરકારી કર્મચારીઓ અપાત્ર હોવા છતાં લાડકી બહેન યોજનાનો લાભ લઈ રહી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક યુઝરે પોસ્ટ કરતાં લખ્યું કે કઈ રીતે તેનો મેનેજર તેને 9થી 9 સુધી કામ કરવાની ફરજ પાડતો હતો. કર્મચારી પણ કંઈ ઓછી માયા નહોતી તેણે પોતાના બોસને પરેશાન કરવાનો એવો રસ્તો શોધી લીધો કે નેટિઝન્સ તેને સલામ કરી રહ્યા છે. યુઝર્સ કમેન્ટ સેક્શનમાં તેના આ જુગાડના વખાણ કરી રહ્યા છે.

રેડિટ પર એક યુઝરે સૌથી સારો બદલો ચૂપચાપ લેવાય છે ટાઈટલ સાથે એક પોસ્ટ શેર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે છ મહિના પહેલાં જ મેં એ કંપની જોઈન કરી હતી અને મારો મેનેજર એકદમ આળસું અને તાનાશાહ જેવો હતો.

તે આખો દિવસ મોબાઈલમાં રીલ્સ જોવામાં અને ફોન પર વાત કરવામાં પસાર કરતો હતો. પરંતુ તેની એવી ઈચ્છા હતી કે અમે લોકો સવારના 9થી રાતના 9 સુધી કામ કરીએ પછી કામ હોય કે ના હોય. આને કારણે મારું સ્લિપિંગ શેડ્યુલ પણ ડિસ્ટર્બ થઈ ગયું.

આપણ વાંચો: પહેલી જુલાઈથી કચરો ઉપાડવાનું સુધરાઈના કર્મચારીઓ બંધ કરશે!

પોતાની પોસ્ટમાં યુઝરે જણાવ્યું હતું કે હું મારા ઓફિસથી બે કલાક દૂર રહેતો હતો એટલે મને ઘડે પહોંચવામાં મુશ્કેલી પડતી હતી મેં એને આની જાણ કરી. બીજા દિવસથી સાંજે સાત વાગ્યે નીકળવાનું શરું કર્યું પણ ભાઈને પેટમાં દુઃખવા લાગ્યું અને તેણે મને એવા એવા કામ આપવાનું શરૂ કર્યું અને એ જ દિવસે પૂરું કરવા માટે દબાણ કરવા લાગ્યો. હું આ બધાથી કંટાળ્યો.

પોસ્ટના છેલ્લાં પેરેગ્રાફમાં તેણે જણાવ્યું હતું છેલ્લાં એક મહિનાથી આવું જ ચાલે છે. મેં એનો ફોન નંબર પર્સનલ લોન લેનારા અને વીમા પોલિસી વેચનારી રેન્ડમ વેબસાઈટ પર નાખી દીધો, જે સ્પેમિંગ અને લોકોને કોલ્ડ કોલ કરવા માટે જાણીતી છે.

હવે દર 10 મિનિટ પર તેનો ફોન વાગે છે. યુઝરે પોસ્ટના અંતમાં લખ્યું કે આનો બેસ્ટ પાર્ટ? તેનું કામ નવા કસ્ટમર સાથે વાત કરવાનું છે એટલે તે કહી ના શકે કે કોણ રિયલ ક્લાયન્ટ છે અને કોણ સેલ્સમેન એને રેન્ડમ વસ્તુ વેચવાનો પ્રયાસ કરે છે.

હવે તે આ બધાથી પરેશાન થઈને પોતાનો નંબર બદલાવવા જઈ રહ્યો છે. તેણે ગઈકાલે જ મને આની ફરિયાક કરી તો મેં તેને કહ્યું કે સર કદાચ કોઈ તમારાથી બદલો લઈ રહ્યું હોય એવું પણ બની શકે ને?

આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 1100થી વધુ અપ્સ અને 70થી વધુ કમેન્ટ આવી ચૂકી છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈ સાઈટની સાઈટની લિંક આપો જ્યાં નંબર નાખ્યો હતો, મેનેજર બધાના એક જેવા જ હોય છે, હું ચૂપ રહીને બદલો લેવા માંગું છું. આ સિવાય મોટાભાગના યુઝર્સે કર્મચારીની આઈડિયાના વખાણ કરતાં મીમ્સ સાથે પોતાનું રિએક્શન આપીને મજા લઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button