સ્પેશિયલ ફિચર્સ

ઇમરજન્સી એલર્ટ! શું તમને પણ તમારા ફોન પર આવો મેસેજ મળ્યો છે?

દેશભરના ઘણા એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સને આજે ઈમરજન્સી એલર્ટ મળ્યો છે. લગભગ 12:19 કલાકે, એક જ સમયે જોરથી બીપિંગ સાથે અનેક લોકોને મોબાઇલ દ્વારા ચેતવણી પ્રાપ્ત થઈ હતી. તેના પર ‘ઇમરજન્સી એલર્ટઃ સીવિયર’ લખેલું હતું.
મેસેજમાં લખ્યું હતું કે, “આ એક સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે. આ મેસેજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, ભારત સરકારની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે.

“આ સંદેશ ફક્ત સમગ્ર ભારતની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે છે. આ સિસ્ટમ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. તેનો ઉપયોગ લોકોની સલામતી માટે અને આપત્તિના કિસ્સામાં તેમને સમયસર ચેતવણી આપવા માટે કરવામાં આવશે.” એવું એમાં જણાવવામાં આવ્યું છે.

આ પહેલા 20 જુલાઈ અને 17 ઓગસ્ટના રોજ દેશભરના એન્ડ્રોઈડ યુઝર્સને આવા એલર્ટ મળ્યા હતા. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ટેસ્ટ સમયાંતરે લેવામાં આવશે અને આવી ચેતવણીઓ મળતી રહેશે. કુદરતી આફત વખતે દેશના તમામ નાગરિકોને એક જ સમયે એલર્ટ અને ચેતવી શકાય તે માટે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ભૂકંપ, સુનામી અને પૂર જેવી આફતો વખતે મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ બંધ હોય ત્યારે પણ લોકોને સંદેશા મોકલવાનું શક્ય બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button