ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

ઈલોન મસ્કે X પર 200 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો, વડા પ્રધાન મોદીના આટલા ફોલોઅર્સ

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક (Elon Musk) તેમની પોતાની જ માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા એક્ટીવ રહે છે, તેમની પોસ્ટને કારણે તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. ગુરુવારે ઈલોન મસ્કે સોશિયલ X પર 200 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.

મસ્કે ઓક્ટોબર 2022માં 44 બિલિયન ડોલરમાં ટ્વીટર હસ્તગત કર્યું હતું, ત્યાર બાદ તેનું નામ બદલીને X કર્યું હતું.

તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્કના મોટાભાગના ફોલોઅર્સ ફેક છે અને લાખો નવા ઇનએક્ટીવ એકાઉન્ટ્સને કારણે આ સંખ્યામાં વધારો થયો છે. જો કે, આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

X ફોલોઅર્સ મામલે મસ્ક બાદ 131.9 મિલિયન ફોલોઅર્સ સાથે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બીજા અને 113.2 મિલિયન ફોલોઅર્સ સાથે સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા સ્થાને છે.
લોકપ્રિય પોપ સિંગર જસ્ટિન બીબર 110.3 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્થાને છે અને રિહાના 108.4 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા સ્થાને છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ મામલે મસ્કે વડા પ્રધાનની પ્રશંસા પણ કરી હતી. હાલ વડા પ્રધાનના 102.4 મિલિયન ફોલોઅર્સ છે.

મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે X પાસે હવે 600 મિલિયનથી વધુ મંથલી એક્ટીવ યુઝર્સ (MAU) અને લગભગ 300 મિલિયન ડેઈલી એક્ટીવ યુઝર્સ (DAU) છે.

માસ્કનું વિઝન Xને “એવરીથિંગ એપ” બનાવવાનો છે જ્યાં લોકો મૂવીઝ અને ટીવી શો પોસ્ટ કરી શકે અને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકે. મસ્કે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકામાં Xનો ઉપયોગ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત