Viral Video: બીમાર મહાવતને કંઈક આ રીતે મળવા પહોંચ્યા ગજરાજ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Viral Video: બીમાર મહાવતને કંઈક આ રીતે મળવા પહોંચ્યા ગજરાજ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. પરંતુ આ બધામાં વાઈલ્ડ લાઈફ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધારે વાઈરલ થતાં હોય છે. નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ પણ આવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક હાર્ટ ટચિંગ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી અને મહાવત વચ્ચેનો ખૂબ ઈમોશનલ અને સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળી રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ વીડિયો-

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

તમામ પ્રાણીઓમાં હાથી એક બુદ્ધિમાન પ્રાણી હોવાની સાથે સાથે જ લાગણીશીલ પણ હોય છે. હાથી પોતાના કેર ટેકર કે મહાવત સાથે ખૂબ જ ગાઢ સંબંધ બનાવે છે. એટલું જ નહીં પણ તેઓ તેમની સાથેનો એક જીવનભરનો અતૂટ નાતો બનાવી લે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં હાથી અને તેના મહાવત વચ્ચેનો સંબંધ જોવા મળી રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ મહાવત હોસ્પિટલના બેડ પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. દરમિયાન હાથી પોતાના કેર ટેકરની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચે છે. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ ચોંકી ઉઠે છે. હોસ્પિટલનો રૂમ નાનો હોવાને કારણે હાથી સીધે સીધો તો અંદર નથી પ્રવેશી શકતો પણ તે પોતાના ઘૂંટણ પર બેસીને મહાવત સુધી પહોંચે છે અને તેની બાજુમાં બેસી જાય છે. હાથી પોતાની સૂંઢથી મહાવતને વ્હાલ પણ કરે છે. હોસ્પિટલનો સ્ટાફ પણ આ મિલન જોઈને ભાવુક થઈ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. હાથી પણ જાણે પોતાના મહાવતની અંતિમ ક્ષણોમાં તેનો સાથ આપવા માંગતો હોય તેમ ત્યાં બેસી રહે છે. અગાઉ કહ્યું એમ હાથીની ગણતરી દુનિયાના સૌથી બુદ્ધિમાન જીવોમાં કરવામાં આવે છે. હાથી પોતાની તીવ્ર સ્મરણશક્તિ માટે જાણીતા છે.

હાથી વિશેના કેટલાક ચોંકાવનારા ફેક્ટ વિશે વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે હાથી પોતાની સાથે થયેલા વર્તન અને વ્યક્તિના ચહેરાને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. હાથીની આ સ્મરણશક્તિ તેમની બાકીની ક્વોલિટીમાંથી એક છે અને હાથી અને મહાવતનો સંબંધ પણ એક મા અને તેના સંતાન વચ્ચેના સંબંધ જેવો ગાઢ હોય છે.

Also read : આમળાના પાંદડા છે અનેક બીમારીનો ઈલાજ; ચહેરા પર યુવાનીને રાખસે અકબંધ

જ્યાં મહાવત હાથીની દેખભાળ કરે છે અને તેમને તાલીમ આપે છે તો બદલામાં હાથી પોતાના મહાવત પ્રત્યે વફાદાર રહે છે અને તેમની આજ્ઞાનું પાલન પણ કરે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-

Back to top button