સ્પેશિયલ ફિચર્સ

તમારા ઘરની આ વસ્તુઓ બનાવવામાં વપરાય છે સોનુ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

સોનું… પીળો માલ… ઘડપણની જમાપૂંજી… જે કહો એ. સોનાના ભાવ હાલમાં એટલા બધા વધી ગયા છે કે તે સામાન્ય નાગરિકોની પહોંચની બહાર જતું રહ્યું છે. સોનું નામ પણ સાંભળો એટલે આંખો સામે તરવરવા લાગે ગોલ્ડ જ્વેલરી, કોઈન્સ કે પછી સોનાના બિસ્કિટ.

પરંતુ શું તમને ખબર છે આવ બધા સિવાય પણ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે? ચોંકી ઉઠ્યાને, મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ કઈ જગ્યાએ સોનાનો ઉપયોગ કરવામાં આવતો હશે, જેની આપણને નથી ખબર? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે…

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે સોનાના ઘરેણાં બનાવવા સિવાય સોનાનો આવો ઉપયોગ પણ કરવામાં આવતો હશે. જી, હા સોનાના ઉપયોગ આપણા ઘરમાં જોવા મળતાં મોટાભાગના ઈલેક્ટ્રિક ગેજેટ્સમાં કરવામાં આવે છે. આ પાછળનું કારણ પણ ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ છે. સોના પર ક્યારેય કાટ નથી લાગતો અને એટલે જ ઈલેક્ટ્રિક ગેજેટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણ વાંચો: દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની બજારનું કદ ₹ 20 લાખ કરોડનું થશે અને પાંચ કરોડ રોજગારનું સર્જન થશે: ગડકરી

એવું નથી કે દરેક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. વાત કરીએ કયા કયા ગેજેટ્સમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે એની તો ઘરમાં રહેલાં કમ્પ્યુટર, લેપટોપ જેવા ઉપકરણોમાં સોનાના તારનો ઉપયોગ કરવામાં આવે છે. સીપીયુ (પ્રોસેસર), રેમ, મધરબોર્ડ, કનેક્શ પિન અને ટ્રાન્ઝિસ્ટર જેવા પાર્ટમાં સોનાની હાજરી જોવા મળે છે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં સોનાનો ઉપયોગ જોતા કમર્શિયલ સ્ક્રેપ ડિલર્સ આ ઉપકરણોમાં રહેલું સોનુ કાઢી લે છે. જૂના ટીવી, કોમ્પ્યુટર મોનિટરમાં સર્કિટ બોર્ડ બનાવવા માટે પણ સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત આપણા હાથમાં રહેલાં રિમોટ કન્ટ્રોલમાં પણ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડમાં સોનાનું એક બારીક લેયર જોવા મળે છે. જેનો હેતુ સિગ્નલ ટ્રાન્સમિશનની ગુણવત્તા સારી રહે એની ખાતરી કરવાનો છે.

1980 અને 1990માં દાયકામાં બનાવવામાં આવતા સ્ટીરિયો સિસ્ટમ, કેસેટ પ્લેયર્સ અને ટેપ રેકોર્ડ્સમાં સોનાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. સાધનોની ગુણવત્તા માટે સોનું એક મહત્ત્વનો ઘટક હતો. જોકે, ટેક્નોલોજી આગળ આગળ વધતા હવે તેનું પ્રમાણ ઓલમોસ્ટ ઘટી ગયું છે.

જો તમને ખ્યાલ હોય તો આપણા દાદા-નાના અને પપ્પા જૂના સમયમાં રેડિયોનો ઉપયોગ કરતાં હતા? આ રેડિયો બનાવવામાં પણ સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એમાં પણ ખાસ કરીને શોર્ટ વેવ રેડિયોમાં જે હવે ભાગ્યે જ જોવા મળે છે એમાં. રેડિયોના સર્કિટમાં વપરાતા પાર્ટ્સ સોનાની માઈક્રો કોટિંગથી બનાવવામાં આવતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button