હેં, એફિલ ટાવરની હાઈટ ઘટી રહી છે? જાણો શું છે આ પાછળની સચ્ચાઈ?

જેમ આગ્રામાં આવેલું તાજમહેલ પ્રેમની નિશાની છે એ જ રીતે પેરિસમાં આવેલું એફિલ ટાવર પ્રેમની નિશાની છે. એફિલ ટાવર દુનિયાનું ઐતિહાસિક સ્મારક હોવાની સાથે સાથે એક જાણીતું ટુરિસ્ટ પ્લેસ પણ છે. પરંતુ હવે આ એફિલ ટાવરને લઈને જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે, જે જાણીને તમારા હોંશ ઉડી જશે. ચાલો તમને આ વિશે જણાવીએ-
પેરિસ ટાવરની ઉંચાઈ 300 મીટર છે અને એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એફિલ ટાવરની ઉંચાઈમાં વધારો અને ઘટાડો જોવા મળે છે. ચાલો જોઈએ શું છે આ પાછળની સચ્ચાઈ. પેરિસના એફિલ ટાવરને 300 મીટરનો ટાવર કહેવામાં આવે છે, પરંતુ આ સંપૂર્ણપણે સત્ય નથી. કારણ કે તેની ઉંચાઈ વધી જાય છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દર વર્ષે ગરમીમાં તાપમાન વધવાની સાથે સાથે જ એફિલ ટાવરનું કદ પોતાના મૂળ ડિઝાઈન કરતાં પણ વધી જાય છે. આ ટાવરને બનાવવા માટે એવા ઉચ્ચ પ્રકારના લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે કોઈ પણ તાણને સહન કરવા માટે સક્ષમ છે. આ જ કારણ છે કે આટલો વિશાળ અને હળવો ટાવર બનાવવાનું શક્ય બન્યું હતું.
આ પણ વાંચો: એક માણસ બહારથી એફિલ ટાવર પર ચડી ગયો, આખું ટાવર ખાલી કરાવાયું!
વાત કરીએ ટાવરના વજનની તો આ ટાવર કેટલું હળવું છે એનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે આ ટાવરનું વજન 7,300 ટન છે, જે તેની અંદર રહેલી હવા અને વજન જેટલું છે. એફિલ ટાવર મુખ્યત્વે તાપમાનમાં થઈ રહેલાં પરિવર્તનને કારણે વર્ટિકલી વધે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ઘટનાને તાપીય પ્રસાર તરીકે ઓળખવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે અનેક ઠોસ પદાર્થ તાપમાન વધતાં તેનું આંકુચન અને સંકુચન થાય છે.
એફિલ ટાવરમાં ઉપયોગમાં લેવામાં આવેલા લોખંડ અને સ્ટીલની એક મીટર છડી એક ડિગ્રી તાપમાન વધતા 0.000012 મીટર સુધી વધે છે. એ હિસાબે 100 મીટર છડી તાપમાનમાં વૃદ્ધિ થતાં 0.12 મીટર સુધી ફેલાય છે અને 300 મીટરની છડી ત્રણ ગણી એટલે કે 0.36 મીટર એટલે કે 36 સેન્ટિમીટર જેટલી વધે છે. નિષ્ણાતોનું અનુમાન છે કે એફિલ ટાવર શિયાળામાં અને ઉનાળામાં પોતાના મૂળ આકાર કરતાં 12થી 15 સેન્ટિમીટર જેટલું મોટું થાય છે.