ટૉઇલેટ સીટ પીળી પડી ગઈ છે? ડાઘ દૂર કરવા આ 3 વસ્તુઓનો કરો ઉપયોગ, થઈ જશે ચકાચક | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ટૉઇલેટ સીટ પીળી પડી ગઈ છે? ડાઘ દૂર કરવા આ 3 વસ્તુઓનો કરો ઉપયોગ, થઈ જશે ચકાચક

Toilet seat cleaning tips: ઘરના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંના એક શૌચાલયની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તે જંતુઓનું નિવાસસ્થાન બની શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમારી ટૉઇલેટ સીટ પર પણ હઠીલા ડાઘ જામી ગયા હોય અને તેને સાફ કરવું મુશ્કેલ લાગતું હોય, તો અહીં કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો આપેલા છે જે ગણતરીની મિનિટોમાં ટૉઇલેટ સીટને નવી નક્કોર સીટ જેવી ચમકાવશે.

ટૉઇલેટ સીટ સાફ કરવાના અસરકારક ઘરેલુ ઉપાયો

શૌચાલયની સીટને સ્વચ્છ અને જંતુમુક્ત રાખવા માટે કલાકો સુધી સ્ક્રબિંગ કરવાની જરૂર નથી. તમે કિચનમાં હાજર વસ્તુઓનો ઉપયોગ કરીને સરળતાથી ડાઘ દૂર કરી શકો છો. બેકિંગ સોડા, વિનેગર, લીંબુનો રસ, મીઠું અને બોરેક્સ જેવી વસ્તુઓની મદદથી તમે તમારી ટૉઇલેટ સીટને સરળતાથી ચકાચક કરી શકો છો.

આ પણ વાંચો: WhatsApp પર પ્રમોશનલ મેસેજથી કંટાળી ગયા છો? માત્ર એક શબ્દ લખીને આ રીતે મેળવો છુટકારો…

બેકિંગ સોડા અને વિનેગરના મિશ્રણ વડે ટૉઇલેટ સીટ સૌથી અસરકારક રીતે સાફ થઈ શકે છે. બેકિંગ સોડા હળવા ઘર્ષક (abrasive) તરીકે કામ કરે છે, જ્યારે સફેદ વિનેગર તેના એસિડિક ગુણધર્મોને કારણે ડાઘને તોડવામાં મદદ કરે છે. તેના માટે ટૉઇલેટ સીટ પર ડાઘવાળી જગ્યા પર પૂરતી માત્રામાં બેકિંગ સોડા છાંટો. તેના પર સફેદ વિનેગર સ્પ્રે કરો અથવા ધીમે ધીમે રેડો. મિશ્રણ ફીણ બનાવવાનું શરૂ કરશે. મિશ્રણને 15 થી 30 મિનિટ સુધી રહેવા દો. (જૂના ડાઘ માટે તેને થોડા કલાકો સુધી રહેવા દો.) ત્યારબાદ તેને ટૉઇલેટ બ્રશ અથવા સ્ક્રબર વડે સારી રીતે ઘસો. આનાથી જૂના હઠીલા ડાઘ દૂર થઈ જશે.

લીંબુનો રસ અને મીઠાનું મિશ્રણ પણ ટૉઇલેટ સીટને સાફ કરવામાં અસરકારક છે. લીંબુનો રસ એસિડિક ગુણધર્મો ધરાવે છે, અને મીઠું સ્ક્રબિંગમાં મદદ કરીને ખાસ કરીને પીળા અને પાણીના ડાઘ દૂર કરવામાં અસરકારક છે. આ રીત અજમાવવા માટે લીંબુનો રસ સીધો ટૉઇલેટ સીટ પર નીચોવો. તેના પર થોડું મીઠું છાંટો. આ પેસ્ટને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ બ્રશ અથવા સ્પોન્જ વડે ડાઘ સાફ કરો અને પછી પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો: આ રિક્ષા ડ્રાઈવર કરોડોના બે ઘરનો માલિક, મહિને રૂ. 3 લાખની કમાણી! સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ…

બોરેક્સ (Borex) અને વિનેગરનું સંયોજન પણ સફાઈ માટે શ્રેષ્ઠ છે. આ સંયોજનથી ટૉઇલેટ સીટની સફાઈ કરવા માટે ટૉઇલેટ સીટ પર 1 કપ બોરેક્સ છાંટો. બોરેક્સ પર 1 કપ વિનેગર રેડો. તેને 10-15 મિનિટ સુધી રહેવા દો. માઇક્રોફાઇબર કાપડથી તેને સાફ કરો. તમારી ટૉઇલેટ સીટ એકદમ ચકાચક થઈ જશે. આમ, આ સરળ ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને, તમે તમારી ટૉઇલેટ સીટને માત્ર સ્વચ્છ જ નહીં, પણ જંતુમુક્ત પણ રાખી શકો છો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button