સ્પેશિયલ ફિચર્સ

ઉનાળાની ઋતુમાં આ સાત રાયતા તમને રાખશે એકદમ Cool Cool…

અત્યારે બળબળતી, કાળઝાળ ગરમી પડી રહી છે અને દરેક વ્યક્તિ આ ગરમીથી ત્રાહિમામ પોકારી ગઈ છે. આ ઉપરાંત ગરમીથી બચવા માટે જાત-જાતના ઘરેલુ નુસખા અપનાવતા હોય છે. આજે અમે અહીં તમને સાત એવા રાયતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ઉનાળામાં ખાઈને તમે તમારા બોડીને અંદરથી એકદમ કૂલ કૂલ રાખી શકશો.

ભારતીય રસોડામં રાયતું એક ડિશમાં જગ્યા રોકતી કે પછી સાઈડ ડિશ નથી. આ રાયતું ઉનાળાના સમયમાં શરીરને તાજગી આપવાની સાથે સાથે ઠંડું, હાઈડ્રેટ અને પ્રોબાઈટિંગથી ભરપૂર હોય છે એટલે ઉનાળામાં ચોક્કસ રાયતાનું સેવન કરવું જોઈએ. ચાલો જોઈએ કયા છે આ સાત રાયતા જે આ સમરમાં તમારા બોડીને કૂલ કૂલ રાખશે.

આપણ વાંચો: ગુજરાત પર મેઘાની મહેરબાની ક્યારે?…તપતી ગરમીથી ત્રાહિમામ

કાકડીનું રાયતુંઃ

કાકડીનું રાયતું શરીરને હાઈડ્રેટ અને ઠંડુ રાખે છે. ખાવામાં હળવી અને તાજગી આપતું આ રાયતું બનાવવાનું ખૂબ જ સરળ છે. આ કાકડીનું રાયતુ બનાવવા માટે તમારે કાકડીને છીણી તેમાં ઠંડુ દહીં, જીરું, મીઠું, ફુદીનો અને સ્વાદ અનુસાર તીખાશ માટે મરચાં ઉમેરી શકો છો.

ટામેટાં-કાંદાનું રાયતુંઃ

કાકડી સિવાય તમે ઉનાળામાં કાંદા અને ટામેટાંનું રાયતું પણ ટ્રાય કરી શકો છો. આ રાયતું સ્વાદિષ્ટ લાગે છે. આ બનાવવા માટે દહીં લો. હવે આ દહીંમાં સમારેલા કાંદા અને ટામેટાં, ઝીણી સમારેલી કોથમરી, કાળુ મીઠું અને ઝીણા સમારેલાં ગ્રીન મરચાં એડ કરી શકો છો.

આપણ વાંચો: આકરો એપ્રિલ મુંબઈગરાઓ ગરમીથી ત્રાહિમામ્

ફૂદીના અને કાચી કેરીનું રાયતુંઃ

ફૂદીના અને કેરીની તાસીર ઠંડી હોય છે એટલે આ ઉનાળામાં ફુદીના અને કાચી કેરીનો રાયતું ખાવું જોઈએ. આ રાયતું ખાઈને તમે એકદમ તાજગીનો અનુભવ કરશો. આ રાયતું સિમ્પલ તૈયાર માત્ર ફૂદીનો, કેરી સમારીને દહીં મિક્સ કરી લો. હવે આ રાયતામાં જીરું અને મીઠું ઉમેરી લો તૈયાર છે તમારું ફૂદીના અને કાચી કેરીનું રાયતું.

ફ્રુટ રાયતુંઃ

ફ્રુટ રાયતું ઉનાળામાં જ નહીં પણ દરેક સિઝનમાં ખાવા માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે. આ રાયતા માટે પણ તમે તમારા મનગમતા ફ્રૂટ્સને સમારીને તેમાં દહીં ઉમેરો. રાયતા માટે તમે સફરજન, કેળા અને દાડમનો ઉપયોગ કરી શકો છો. આ રાયતામાં તમે ચાટ મસાલો કે મધ ઉમેરી શકો છો.

આપણ વાંચો: મુંબઇગરા ગરમીથી ત્રાહિમામ: પારો ઉતર્યો પણ તકલીફ યથાવત

બુંદીનું રાયતુંઃ

બુંદીનું રાયતું તો દરેક ઘરમાં બને છે. આ રાયતું પણ ઉનાળામાં તમારા શરીરને એકદમ ઠંડુ રાખે છે. બુંદીનું રાયતું બનાવવા માટે તમારે બુંદીને ભીંજાવી લો. હવે આ બુંદીને નીચોવી લો અને બાદમાં તેને દહીંમાં ઉમેરીને કાળું મીઠું, કોથમરી અને જીરું ઉમેરી લો.

ગાજર અને બીટનું રાયતુંઃ

ગાજર અને બીટ બંને સ્વાસ્થ્ય માટે સારા છે. ઉવાળામાં તમે ગાજર અને બીટનું રાયતું પણ ટ્રાય કરી શકો છો. ગાજર અને બીટનું રાયતું બનાવવા માટે પહેલાં ગાજર અને બીટને સમારી લો અને દહીંમાં મિક્સ કરી લો. આ રાયતામાં મીઠું અને જીરું ઉમેરીને સર્વ કરો.

દૂધીનું રાયતુંઃ

દૂધીનું રાયતું પણ ઉનાળામાં ખાવા માટે એકદમ પરફેક્ટ છે, કારણ કે આ રાયતું પેટમાં ઠંડક પહોંચાડે છે. દૂધીનું રાયતું બનાવવા માટે સૌથી પહેલાં દૂધીને છીણી લો અને તેને થોડી ઉકાળી લો. હવે આ દૂધીમાં દહીં એડ કરી લો અને હવે જીરાનો વઘાર કરી લો. તમે આ રાયતામાં મરી પણ ઉમેરી શકો છો. આ રાયતું બોડીને ડિટોક્સિફાય કરે છે અને પાચન તંત્ર પણ મજબૂત કરી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button